________________
ઉપદેશ-૪૧ અનુષ્ઠાન વૈચિત્ર્યમાં તથાભવ્યત્વને પ્રભાવ
૩૧૩ धीराः मोहभटरणभङ्गक्षमधैर्यवन्तः मोक्षार्थमुद्यताः अभ्युत्थिताः, नित्यं निरन्तरम्, अतिचारस्य= चारित्रमालिन्यबीजस्य रागद्वेषलेशलक्षणस्य त्यागेन परिहारण, समुदयवादकालादिकलापस्य संमत्यादिसिद्धसामग्रीत्वप्रवादम् प्रमाणयन्तः=तथाचेष्टयोपपादयन्तः, तथाभव्यत्वं हि पुरुषकाराद्यपेक्षमेव फलोपधायकं, तत्र चापुनर्बन्धकादिप्रयत्नापेक्षावश्यकीति भावः ॥१८९॥
તાત્પર્યાર્થ –વિસ્તૃત ચર્ચાથી તથાભવ્યત્વની વિચિત્રતા સિદ્ધ થાય છે. હવે એમાં તથા– ભવ્યત્વ જ અન્ય કારણેનું આક્ષેપક છે એમ જે દર્શાવ્યું એનો અર્થ એ નથી કે સત્ પુરુષાર્થનો ત્યાગ કરી દેવો. કારણ કે તથાભવ્યત્વ વિચિત્ર છે એ સમજતા હોવા છતાં પણ ધીરપુરુષે સંયમયેગમાં જ પ્રયત્નશીલ રહે છે. કારણ કે તેઓ મહમલને રણાંગણમાં ધૂળ ચાટતો કરી દેવા માટે અપૂર્વ હિંમત ધરાવતા હોય છે. અને એ રીતે નિરંતર મોક્ષપ્રાપ્તિ માટે તલપાપડ હોય છે. ચારિત્રને મલીન કરવામાં હેતુભૂત આંશિક રાગ-દ્વેષ સ્વરૂપ અતિચાર ન લાગી જાય તેની સંપૂર્ણ સાવધાની રાખે છે. એ રીતે પ્રયત્ન કરવા દ્વારા તેઓ સમ્મતિતક શાસ્ત્રાદિમાં સૂચિત કાળ વગેરેની સામુદાયિક કારણુતાના પ્રમાણ્યને વધુને વધુ પુષ્ટ કરે છે. સારાંશ એ છે કે તથાભવ્યત્વ પણ ફલે૫ત્તિમાં પુરુષાર્થ વગેરેની અપેક્ષા રાખે અને મોક્ષફળની ઉત્પત્તિમાં જે પુરુષાર્થ જોઈએ એવા પુરુષાર્થને ઉલસિત કરવા માટે અપુનબંધકાદિ ભૂમિકાને ઉચિત પુરુષાર્થની અપેક્ષા પણ આવશ્યક છે. ૧૮
श्रुतज्ञानात् विवादः स्यात्, मतावेशश्च चिन्तया ।
माध्यस्थ्यं भावनाज्ञानात् सर्वत्र च हितार्थिता ॥१०५०।। [ ચિન્તા–ભાવનાશૂન્ય કેવળ શ્રુતજ્ઞાનથી વિવાદ સર્જાય છે, ભાવનાશન્ય ચિંતાજ્ઞાન આ સ્વ-સ્વ મતમાં કિંચિત આવેશને જન્માવે છે, જ્યારે ભાવનાત્તાનથી સર્વત્ર જે મધ્યસ્થભાવને ઉદય થાય છે તેમજ બધાના હિતનું લક્ષ્ય જાગે છે. ]
ઉપા. યશોવિજયકત વૈરાગ્યકલ્પલતા રૂ. ૮