________________
ઉon
ઉપદેશ ૪૦-તત્વજ્ઞસૂચિત પ્રવૃત્તિ જ આદરણીય તાત્પર્યાથી – જેને માર્ગનું પુરેપુરુ જ્ઞાન છે-માર્ગમાં ક્યાં વળાંક આવે છે અને ક્યાં સીધેસીધું છે તેને જે બરાબર જાણતા હોય છે અને બીજા બધા વિક્ષેપને દૂર ફગાવીને શકય ત્વરાથી નગર પ્રતિ પ્રયાણ કરે છે તે આખરે મગરમાં જઈ પહોંચે છે. એ જ રીતે દીક્ષા અંગીકાર કરી ત્યારથી માંડીને ઉત્તરોત્તર ગુણસ્થાનની શ્રેણીનું ક્રમશઃ આરોહણ થાય એ રીતે અપ્રમત્તભાવ=સંપૂર્ણ સાવધાની-જાગૃતિ વધારવાથી મુક્તિમંદિરમાં પહોંચી જવાય છે. એટલે જ તો જેટલા કાળ સુધી મૂળ કે ઉત્તર ગુણોની સ્કૂલના ન થઈ હોય તેટલા કાળની દીક્ષાના પર્યાયને શાસ્ત્રકારોએ નિશ્ચયથી ગર્ણતરીમાં લીધું છે. શ્રી ઉપદેશમાલા શાસ્ત્રમાં (૪૭૯) કહ્યું છે કે
સાધુના દિવસ-પક્ષ-માસ કે વર્ષ ગણતરીમાં લેવાતા નથી પરંતુ અખલિત મૂળ ગુણ અને ઉત્તરગુણુ જ ગણતરીમાં લેવાય છે.”
આ જ કારણથી ભગવાને પણ સર્વદેશકાળમાં અપ્રમત્ત ભાવને જ પ્રશસ્ત કહ્યો છે. ૧૮૪
एतदेव निगमयन् प्रतिबन्धेऽप्येतदत्यागोपदेशमाह
આ જ હકીક્તનું નિગમન કરવા પૂર્વક કઠિનાઈઓ માં પણ અપ્રમત્તભાવને ત્યાગ ન કરવાને ઉપદેશ ક–૧૮૫માં ફરમાવે છે –
एयं चिय इह तत्तं णवर कालोवि एत्थ पडिवक्खो । । तहवि य परमत्थविऊ खलं ति णो णियपइनाओ ॥१८५॥
શ્લેકાર્થ - ધર્મનું આ જ રહસ્ય છે પણ કાળ એમાં પ્રતિપક્ષી છે, તે પણ પરમાર્થ વેત્તાઓ સ્વપ્રતિજ્ઞાથી ચલિત થતા નથી. ૧૮૫ાડા
एतदेव अप्रमादपुरस्करणमेव इह धर्मे तत्त्व उपनिषद्भूतम् , नवरं =केवलम् कालोऽपिસુષમાઢક્ષણ: ઈ પુનશ્ચારિત્રમોહૃક્ષો રામમન્વેચવ્યર્થ, બત્રામાપુરકરણે પ્રતિવઃ સિદ્ધિलक्षणफलं प्रत्येकादिभवव्यवधानकारित्वेन तथाविधाऽप्रमादविघटकत्वात्तस्य । न चैवमेतदालंबनेनैव संयमादरत्यागो विधेय इत्याह-तथापि परमार्थविदो यथावदायव्ययस्वरूपज्ञाः निजपतिज्ञातेन न स्खलन्ति किन्तु कालवलमपि निजवीर्योल्लासेन निहत्य यथाशक्ति स्वप्रतिज्ञानुसारेण प्रवर्त्तन्त एव धर्मकर्मનીતિ માવઃ ૨૮ષા
તાત્પર્યાથી - ધર્મને આચરવાના ઉપદેશમાં આ જ રહસ્ય છે કે અપ્રમત્તભાવ કેવળ. જે કે એકબાજુ ચારિત્રમેહનીય કર્મના ક્ષપશમની મંદતા તે છે જ, વળી એ સાથે બીજી બાજુ દુષમકાળ પણ અપ્રમત્તભાવની જાળવણીમાં પ્રતિબંધક છે. કારણ કે ગમે તેટલી મહેનત થાય તે પણ આ કાળની અસરથી આ ભવમાં તે કોઈની મુક્તિ શકય નથી. ઓછામાં ઓછું એક ભવનું અંતર તે પડવાનું જ છે. એટલે આ જ ભવમાં મુક્તિ પ્રાપ્ત થાય એ ઉચ્ચકક્ષાને અપ્રમત્તભાવ તો આ કલિકાળની બુરી અસરથી જાગૃત થવાને નથી પણ એટલા માત્રથી આ વાત પકડી લઈને સંયમધર્મ પ્રત્યેના આદરનો ત્યાગ કરવાની જરૂર પણ નથી કારણ કે કાળ પ્રતિપક્ષી હોવા છતાં પણ જેઓ યથાર્થપણે લાભ અને નુકશાનને જાનારા છે તેઓ પોતાની મહાવ્રતાદિ પ્રતિજ્ઞાઓથી ચલિત થતા નથી. ઉલટું પોતાના પ્રબળ વીર્ષોલ્લાસથી કાળબળને પણ અવગણીને પોતાની શક્તિ મુજબ, પોતે કરેલી પ્રતિજ્ઞા મુજબ ધર્મકૃત્યમાં પ્રવર્યા વિના રહેતા નથી. ૧૮૫