________________
[11]
આવ્યો છે. જેઓને અસ્થિભેદ થયો નથી તેમજ અપુનર્મકભાવ પણ પ્રાપ્ત થયું નથી, તેવા અભવ્ય છો અથવા સકૃબંધક માર્ગ ભિમુખ કે માર્ગાપતિત જીવોનું ચારિત્ર અપ્રધાનદ્રવ્ય ચારિત્ર છે અર્થાત્ જેનું મુખ્ય બેંધપાત્ર કોઈ વિશેષ ફળ નથી, માત્ર કષ્ટાચણરૂપ છે. જેઓ અપુન બધક અવસ્થામાં આવી ગયા છે અથવા આગળ પણ વધ્યા છે તેઓનું ચારિત્ર પાલન ભાવવિકળ હોય તે પણ ભાવસાધક છે એટલે કે પ્રધાનદ્રવ્યાજ્ઞાપાલનરૂપ છે. (જુઓ પૃ. ૪૧-૪૨)
યદ્યપિ શ્રી અભયદેવ સૂરિ મહારાજની ચૈત્ય પંચાશકવૃત્તિના મતને અનુસરીને માર્ગાભિમુખ અને માર્ગ પતિતને અહીં પ્રધાન દ્રવ્ય ચરિત્ર કહ્યું નથી પરંતુ બીજા સંપ્રદાય મુજબ તે બંને અપુનર્ભધકની અવસ્થા વિશેષરૂપ જ જણાવ્યા હોવાથી તેમની ભગવઆજ્ઞાબોધગ્યતા ગબિંદુવૃત્તિમાં સ્પષ્ટ જણાવી છે. (જુઓ પૃ. ૧૩૬–૧૩૭). સકૃ બંધક આદિનું વ્યાજ્ઞાપાલન પ્રધાન ન હોવાના ચાર લિંગ ગાથા ૧૯માં બતાવ્યા છે. ૧. સૂત્રાર્થનું પર્યાલોચન ન હોવું, ૨. ગુણબહુમાન ન હોવું, ૩. અપ્રાપ્તપૂર્વતાને હરખ ન લેવો અને ૪. વિધિને ભંગ થાય તેની કઈ અરેરાટી ન હોવી. આ ચાર કારણે તેઓનું દ્રવ્યાજ્ઞાપાલન મુખ્ય ન હોવા છતાં તેમાં સર્વથા પ્રાધાન્યને વ્યવછેર પણ કર્યો નથી કારણકે ગુરુપરતંત્ર દ્વારા કુહવિરહનું સંપાદન કરવામાં દ્રવ્યાજ્ઞાપાલન ખૂબ જ ઉપયોગી છે. (જુઓ. ગાથા ૨૧) આનાથી એક હકીકતની ખૂબ જ સ્પષ્ટતા થઈ જાય છે કે ભાવશૂન્યપણે થતી દ્રક્રિયાઓને વખાડવામાં કાંઈ જ સાર નથી. દરેક જીવોની કક્ષા એકસરખી હોતી નથી. મોટા ભાગના છવો આદિધાર્મિક અવરથામાં દ્રક્રિયાના પાલનથી જ આગળ વધતા જોવાય છે. તે અવસ્થામાં કુહવિરહ થવો એ પણ દ્રક્રિયાની
એક મહાન સિદ્ધિ છે. વિવેકહીન પણે, ઉન્મત્તપણે દ્રવ્યક્રિયાઓ થતી જોઈને કદાચ એકવાર અકળામણ થઈ જાય તો એને ઉપાય તો એ જ છે કે તે ક્રિયાઓ કરનારમાં વિવેક જાગે અને ઉન્માદ ભાગે એ માટે પ્રયત્નશીલ બનવું.
પ્રધાન દ્રવ્યજ્ઞાપાલનને એગ્ય આત્માઓ અપુનબેધક, સમ્યગ્દષ્ટિ, દેશવિરત અને સર્વવિરત છે. ભાવથી સમ્યગ્દષ્ટિ વગેરે હોય તેવા આત્માઓને આજ્ઞાપાલનને ભાવાત્મક નહીં બતાવતા દ્રવ્યાત્મક કહેવાનું શું કારણ એવી જિજ્ઞાસાના સમાધાનમાં જણાવાયું છે કે તેનું નિમ્નકક્ષાનું આજ્ઞાપાલન ઉત્તરોત્તર ચડતી કક્ષાવાળી ભાવાત્તાના પાલનમાં હેતુભૂત હોવાથી તેને દ્રવ્યાજ્ઞાપાલનરૂપે કહેવામાં કાંઈ અજુગતું નથી.
(જુઓ પૃ. ૫૭-૫૮). દ્વિવ્યાજ્ઞાનું અપરંપાર મહત્વ ભાવથી જ ભાવવૃદ્ધિ થવાને નિયમ હોવાથી દ્રવ્યાજ્ઞા મહત્વશૂન્ય છે–આવી શંકાને નિર્મૂળ કરવા માટે ભાવને પરિણામી કારણરૂપે અને દ્રવ્યાજ્ઞાને નિમિત્ત કારણરૂપે દર્શાવ્યા છે. અહીં બીજાધાનને ભાવપ્રાપ્તિના દ્વારરૂપે કહી વિવિધ યગબીજેનું વર્ણન કર્યું છે–જેમાં ભાવાજ્ઞાના બહુમાનને પ્રધાન ગણુવ્યું છે. દ્રવ્યસ્તવ પણ ભાવાણામાં બહુમાન જગાડનાર હોવાથી ભગવદનુમત છે આ હકીકતની સિદ્ધિ ખૂબ જ વિસ્તારથી દર્શાવી છે. તેમાં જેઓ સૂત્રસમ્મતિ સ્વીકારતા નથી તેઓ માટે અનુમાન પ્રયોગ દર્શાવવામાં આવ્યો છે– જિનભવનાદિનિર્માણને મેગ્ય-પ્રાપ્ય છવો સમક્ષ પણ પ્રભુએ નિષેધ કર્યો નથી, માટે દ્રવ્યસ્તવ ભગવાનને સંમત છે. જે જે ભગવાનને સમત ન હતું તેને યોગ્ય-પ્રજ્ઞાપ્ય છો સમક્ષ ભગવાને સ્પષ્ટ નિષેધ કર્યો છે દા.ત. કમભોગ.” “તફા ' સૂત્રથી જિનચૈત્યના ગૃહસ્થા દ્વારા વંદન-પૂજન આદિ સિદ્ધ થાય છે અને સાધુઓને કાત્સર્ગ દ્વારા તેની અનુમોદનાનું વિધાન પણ ફલિત થાય છે. અહી અપકાયની વિરાધના વગેરેની અનુમતિ થઈ જવાના દોષ ઊભા થવાની દલીલ શ્રી ઉપાધ્યાયજીએ નકારી કાઢી છે. અપૂકાયની વિરાધના કરી આવનાર બાલમુનિ અઈમુત્તાને કાંઈ પણ