________________
વંશ, (૨) કુમારસંભવ, અને (૮) મેધદૂત છે; અને ત્રણ નાટકઃ (૧) માલવિકાગ્નિમિત્ર, (૨) વિક્રવંશીય, અને (૩) અભિજ્ઞાનશાકુંતલ છે.
“માલવિકાગ્નિમિત્ર' કાલિદાસની પ્રથમ કૃતિ છે એમ સર્વ વિદ્વાનેનું માનવું છે. પ્રસંગેની સંકલન કરવાનું ચાતુર્ય આ નાટકમાં સારી રીતે છે. પરંતુ “વિક્રમોર્વશીય'માં કાલિદાસની કલ્પનાવિકાસને આપણને સવિશેષ ખ્યાલ આવે છે. છેવટની કાલિદાસની કૃતિ “શાકુંતલ' તે કલાને શિરમુકુટ છે. “શાકુંતલ'માં કાલિદાસને પ્રેમને આદર્શ વ્યક્ત થાય છે. ગાધર્વ લગ્નને રાગોન્માદી પ્રેમ શકુન્તલાને ધર્મ ભુલાવે છે, તેના શાપથી થતે તેને અસ્વીકાર ગાન્ધવંલગ્નના દૂષણને બાળી નાખે છે. જ્યારે છેવટે શકુંતલાને દુષ્યન્ત સાથે સમાગમ થાય છે, ત્યારે પ્રેમના ઉન્માદની ઊડતી વાળાએથી સળગતી ઘેલી યુવતી આપણું દૃષ્ટ સમક્ષ નથી, પરંતુ એક તેજસ્વી . પુત્રની માતા, અને આત્મદમનદ્વારા પ્રકૃતિનાં ઊંડાણ અને સૌન્દર્યની અનુભવિયણ, સ્થિર અને સનાતન પ્રેમથી જ્યોતિર્મય બનેલી શકુ તલા કાલિદાસના લગ્ન અને પ્રેમને આદર્શ બને છે. આખી કૃતિનું કલાસૌન્દર્ય એટલું અદ્દભુત છે કે તેને વર્ણવતાં શબ્દ મેળા પડી જાય એમ છે. એને વાંચીએ તે જ તે અનુપમ કલાસૌન્દર્યના ઉપભેગી બની શકીએ.
કેટલાક વિદ્વાને કાલિદાસને સમય ગુપ્તકાળમાં, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં, એટલે ઈ. સ. ના ચોથા સૈકાના અંતમાં અને પાંચમાની શરૂઆતમાં મૂકે છે. પ્રે. રે જેવા બીજા અનેક વિદ્વાને કાલિદાસને ઈ. સ. પૂર્વે પહેલા સૈકાની આસપાસ મૂકે છે. છેલ્લે નિર્ણય માની શકાય એવો છે, છતાં એ બાબત કાંઈ પણ નિશ્ચિત નથી.
પ્રસ્તુત પાઠ “શાકુન્તલ'ના સાતમા અંકમાંથી લેવામાં આવ્યા છે. સાતમા અંકમાં દુષ્યન્ત વિજય મેળવીને માતલિ સાથે દિવ્ય રથમાં એસી, અંતરિક્ષમાં થઇ, હેમણૂટ ઉપર આવે છે. અહીં મારીચ ત્રાષિ