________________
૭૫
ને કોઈ નથી, મંદર પર્વત સમાન જેની શક્તિ છે, જેને આપે સર્વે વિશ્વો રહ્યાં છે એવા ખૂબ જ શક્તિશાળી એ (હાથને), હે ત્રિભુવનના ઈશ્વર, બાળવાની મારી કઈ શક્તિ છે ? (૭)
ભગવન, અજ્ઞાનને લીધે મેં આક્રમણ કર્યું છે મારા અંતાપુર સહિત હું તમારે શરણે આવ્યો છું.
દામોદર–શાથી, કાલિય, તું યમુનાના ધરામાં પ્રવેશ્યો છે ?
કલિય–ભગવાનના ઉત્તમ વાહન ગરુડથી બનેલે હું અહીં પ્રવેશ્યો છું તે ભગવાનની કૃપાથી ગડથી હું અભય ઈચ્છું છું.
દાદર–સારું, સારું.
હે નાગરાજ, મારા પગથી તારા મસ્તક ઉપર ચિઠ્ઠ પડયું છે; એ જોઈને જ ગરુડ તને અભય આપશે. (૮).
કાલિય મારા ઉપર કૃપા થઈ દાદર–તું પ્રવેશ કર કાલિય-જેમ ભગવાન નારાયણ આજ્ઞા આપે તેમ. દામોદર–અથવા, તે આવ. કાલય–ભગવન, હું આ રહો.
દાદર–આજથી માંડીને તારે ગાય, બ્રાહ્મણ વગેરે સર્વ પ્રજાઓ. પ્રત્યે બેદરકારી સેવવી નહિ.
કાલિય–ભગવન, મારા ઝેરથી આ પાણી દૂષિત થયેલું છે. તે અત્યારે જ વિષ પાછું ખેચી લઈને યમુનાના ધરામાંથી બહાર જતો રહું છું.
દામોદર–તે તમે પાછા વળે.