________________
ક્ષકબુદ્ધિ નામે હું શિયાળ છું. અહીં અરણ્યમાં સગાં વિનાને મરેલાની માફક હું વસું છું. હવે તને મિત્ર તરીકે પામીને ફરીથી બંધવાળે બની જીવલેમાં હું પ્રવેશ્યો છું. હવે મારે સર્વથા તારા અનુચર થવું જોઈએ.” મૃગે કહ્યું: “એમ થાવ.” ત્યાર પછીથી જ્યારે કિરણોના સમૂહવાળા ભગવાન સૂર્ય અસ્ત પામ્યા ત્યારે તે બને મૃગના નિવાસસ્થાને ગયા. ત્યાં ચંપકવૃક્ષની શાખા ઉપર સુબુદ્ધિ નામે, મૃગને લાંબા કાળને મિત્ર, કાગડો નિવાસ કરતો હતો. તે બન્નેને જોઈને કાગડો બોલ્યોઃ
મિત્ર ચિત્રાંગ, આ વળી કોણ બીજે છે?” મૃગ કહે છે: “એ શિયાળ છે. આપણી મૈત્રીને ઈચ્છો તે આવ્યા છે.” કાગડો કહે છે? “મિત્ર, અકસ્માત આવેલા સાથે મૈત્રી યોગ્ય નથી.” આ સાંભળીને તે શિયાળ કાપપૂર્વક બેલ્યોઃ “મૃગના પ્રથમ દર્શનના દિવસે તારાં પણું કુળ અને શીલ જાણીતાં ન હતાં. તે કેવી રીતે તારી સાથે એના સ્નેહની વૃત્તિ ઉત્તરોત્તર વધે છે. જે રીતે આ મૃગ મારે બંધુ છે તેવી જ રીતે તું પણ છે.” મૃગ બોલ્યોઃ “આ ઉત્તરનો શો ઉપયોગ? . આપણે બધાયે વિશ્વાસપૂર્વક વાતચીત કરતા સુખી થઈ રહેવું જોઈએ.” .
કારણ કે,
કઈ કઈને મિત્ર નથી, અને કઈ કઈને શત્રુ નથી. વ્યવહારથી મિત્રો તથા શત્રુઓ થાય છે. (૧)
કાગડાએ કહ્યું: “એમ થાવ.” પછીથી સવારે બધા પિતાના મન ફાવતા પ્રદેશમાં ગયા.
એકદા છાનામાને શિયાળ કહેવા લાગ્યોઃ “મિત્ર, આ વનના એક પ્રદેશમાં દાણાથી ભરપૂર ખેતર છે. તે હું તને ત્યાં લઈ જઈને બતાવું.” તેમ થતાં મૃગ ત્યાં દરરોજ જઈને દાણા ખાતે. હવે ખેતરના માલિકે તેને જોઈને જાળની યોજના કરી. પછીથી ફરી આવેલ મૃગ . પાશથી બંધાયેલો વિચાર કરવા લાગ્યો: “આ કાલપાશ જેવા શિકારીના પાશમાંથી છોડાવવા મિત્ર સિવાય બીજો કેણ સમર્થ છે?” તેટલામાં શિયાળ ત્યાં આવીને વિચારવા લાગ્યો : “તે કપટજનાથી અમારા