________________
૨૯
પારકાને ક્યાસ કાઢયા સિવાય તમે પારકાનું ભૂરું કરવા પ્રવૃર થયા છો ?”
કહ્યું છે કે–
પારકાના અને પિતાના બલ–અબલને વિચાર કર્યા વિના જે કાર્ય માટે ઊભો થાય છે તે મોહને લીધે આપત્તિઓની ઈચ્છા કરે છે. (૩).
તે તમે અમારા નામથી પ્રસિદ્ધ ચંદ્રસરેવર ઉપર અન્યાય પૂર્વક હુમલો કર્યો છે. અને ત્યાં અમારાથી રક્ષા યોગ્ય સસલાઓને મારી નાખ્યા છે. આ યોગ્ય નથી. મારે તેમનું ભરણપોષણ કરવાનું છે, જેથી હું તેમને મારી છાતી ઉપર ધારણ કરું છું. આથી જ હું સસલાના ચિહ્નવાળો (શશાંક) એમ જગતમાં પ્રખ્યાત નામવાળો છું. આ પ્રકારના તમે જે આ ખરાબ પ્રવૃત્તિમાંથી અટકશે નહિ તે અમારા તરફથી મોટા અનર્થને તમે પ્રાપ્ત કરશે. અને અટકેલા એવા તમને વિશિષ્ટતા પ્રાપ્ત થશે. અમારી ચાંદનીથી તમે પુષ્ટ બનેલા શરીરવાળા થશો. નહિ તે અમારાં કિરણે અટકાવી દેતાં તાપથી તપી ગયેલા શરીરવાળા તમે તરત જ પરિવાર સહિત વિનાશ પામશે.” આ પ્રમાણે દૂત બેલ્યો એટલે અત્યંત ભયથી ખળભળેલા હૃદયવાળો હાથીઓને રાજા તેના પ્રત્યે બેઃ “ભાઈ, સાચે જ મેં અજ્ઞાનને લીધે બૂરું કર્યું છે. હવે એ હું ચંદ્રની સામે વિરોધ કરીશ નહિં.”તે બેલ્યોઃ “તે રાજા આ સરોવરમાં જ છે. તે આપ એકલા આવે તે હું તેને બતાવું. ભગનને પ્રણામ કરી, પ્રસન્ન કરીને જાવ.” એમ બેલીને તે હાથીને રાત્રે ચંદ્રસર આગળ લઈ જઈને સંપૂર્ણ કલાના મંડલ યુક્ત, પાણીમાં રહેલા ચંદ્રના પ્રતિબિંબને તેને બતાવ્યું. આ હસ્તિરાજ પ્રણામ કરીને ભગવાન ચંદ્રમા પ્રત્યે બેઃ “હે દેવ, અજ્ઞાનથી મેં કર્યું છે, ક્ષમા આપે. હું ફરીથી અહીં આવીશ નહિ.” આ પ્રમાણે બોલીને,. જોયા વિના, ફરીથી ન આવવા માટે, પિતાને જવું હતું ત્યાં ગયો.