________________
(અવ્યયી.) જ્યાં જવું હતું ત્યાં. છાયા- ક્યા ગ. ૨, પરસ્મ. હ્યસ્તન ભૂ. કા. ૩ પુ. એ. વ. ગ.
ઓ. ૪. શપણે અજિ-નામમાં પણ રાજા નબળા હોય છતાં પણ નામે કરીને પણ સિદ્ધિ થાય. - ગ ૨, પરભૈ. વિધ્યર્થ ૨ પુ. એ. વ. રાશિનઃ કચરો-ચંદ્રના નામથી.
[ નામમાં પણ સિદ્ધિ થાય ] કોઈ એક વાર બાર વર્ષની અનાવૃષ્ટિ થઈ. તેને લીધે તળાવ, ધરા, ખાબોચિયાં અને સરવરે સુકાઈ ગયાં. તરસથી પીડાયેલાં સર્વ પ્રાણીઓને મોટું સંકટ ઉત્પન્ન થયું પરંતુ વિશેષે કરીને હાથીઓને. ચતુર્દત નામે હાથીઓન રાજા હતા. તેને બીજા હાથીઓએ વિનંતી કરીઃ “હે દેવ, તરસથી વ્યાકુલ થયેલાં કેટલાંક હાથીનાં બચ્ચાંઓ મરણાવસ્થામાં આવી પડ્યાં છે, અને બીજાં મરણ પામ્યાં છે. તો તરસ દૂર કરવાના કેઈક ઉપાયને વિચાર કરો.” પછી તે ટેળાના અધિપતિ (હસ્તિરાજે) આઠેય દિશામાં પાણીની શોધ માટે વેગવાળા (હાથીઓને) દોડતા મોકલ્યા. અને ત્યાં એકે આવીને કહ્યું: “હે દેવ, બહુ દૂર નહિ એવે (સ્થાને) નિર્મળ પાણીથી ભરેલું, આકાશના એક ભાગ જેવું મોટું ચન્દ્રસર નામે સરોવર છે.” હાથીઓને રાજા તે જ પ્રમાણે બધાને લઈને ઝડપથી હર્ષપૂર્વક તે સરોવર આગળ આવી પહોંચ્યો. ઊતરતા એવા તેઓ વડે, ચારે બાજુથી સુખપૂર્વક ન ઊતરાય એવા તે સરેવરને તીરે પહેલેથી જેમણે પિતાને નિવાસ કરેલ હતું તેવા બહુ સસલાઓનાં ડોક અને માથાં કચરાઈ ગયાં. પછીથી પાણી પીને, નાહીને તે હાથીઓનું ટોળું ગયું ત્યારે, મરાયા પછી બાકી રહેલા સસલાઓ વિચાર કરવા લાગ્યા. પછીથી શિલીમુખ નામે સસલાઓને રાજા બેલ્યોઃ “હવે શું કરવું જોઈએ ? અમારું