________________
મરી ગયેલ જ છે. કહે, આ તારા સમયનું કેમ ઉલંઘન થયું?” પછીથી પ્રણામ કરીને વિનયપૂર્વક સસલે બોલ્યોઃ “હે સ્વામી, આ મારે અપરાધ નથી. માર્ગે આવતા મને બીજા સિહે રોકીને ખાવા માટે તૈયારી કરી. પછીથી મેં કહ્યું: “હું સ્વામી મન્મત્ત સિંહના ભોજન માટે જાઉં છું.” પછીથી તેણે કહ્યું: “એ મદોન્મત્ત તે ચોરરૂપ છે, તે તેને બેલાવીને જલદી આવ, જેથી અમારા બે વચ્ચે જે કોઈ પરાક્રમથી રાજા થશે તે આ બધાં પ્રાણુઓનું ભક્ષણ કરશે. એટલે હું સ્વામીને નિવેદન કરવા માટે આવ્યો છું.” તે સાંભળીને સિંહ કોપાયમાન બનીને બેલ્યોઃ “માસ હાથથી રક્ષાયેલા આ વનમાં શા માટે સિંહ આવ્યો છે? જલદી જઈને મને તે દુરાત્માને બતાવ.” સસલો બોલ્યાઃ “જે એમ હોય તે સ્વામી આવે; હું એને બતાવું.” એ સસલે પણ તેને લઈને નિર્મળ પાણીવાળા મેટા કૂવામાં “અહીં એને જુઓ ' એમ કહીને બતાવવા લાગ્યા. પછીથી તે પણ મૂખ સિંહ પોતાનું પ્રતિબિંબ પાણુની મધ્યમાં રહેલું જોઈને “ આ મારે પ્રતિસ્પધી છે,” એમ કેપને વશ બની સિંહનાદ કરવા લાગે. પછીથી તેના પડઘાથી બેવડા ના કૂવામાંથી ઉત્પન થયા. પછીથી તે તે નામ સાંભળીને આ વધારે શક્તિવાળે છે” એમ માનીને તેની ઉપર પોતાની જાતને નાખીને મૃત્યુ પામ્યા. આનંદિત મનવાળો સસલે પણ, બધાં પ્રાણુઓને આનંદ પમાડીને, તેમનાથી પ્રશંસા પામતે, સુખપૂર્વક તે વનમાં નિવાસ કરવા લાગ્યા.
–પ્રથમ તંત્ર :મિત્રભેદ: કથાઃ ૬.
–સ્વાધ્યાયનીચેનાં રૂપે ઓળખી બતાવોઃ
विज्ञापयामासुः, आइ, आहूय, दर्शयस्थ, आवयोः, शततरः, प्रशस्यमाना, पथि, व्यापादयामि ।