________________
૨૩૮
': ૬. કાનરૂપી અંજલિથી કયું અમૃત અહીં પીવા યોગ્ય છે? સદુપદેરા. ગૌરવનું મૂળ શું? જેમાં કોઈ પાસે માગણી ન કરવી પડે તે જ
૭. કમળના છોડના પાંદડા ઉપર રહેલા પાણીની માફક ચંચળ શું છે યૌવન, ધન અને આયુષ્ય. વળી કહે, ચંદ્રનાં કિરણ સરખા કોણ છે? સજને જ.
૮. પ્રાણધારણ કરતા (મનુષ્યોને) સમૂહ કેને વશ છે? સત્ય અને પ્રિય બોલતા વિનયશીલ મનુષ્યને. ક્યાં ઊભા રહેવું જોઈએ? દષ્ટ (વર્તમાન) અને અદષ્ટ (ભવિષ્ય)ના લાભથી સમૃદ્ધ ન્યાયયુક્ત માર્ગમાં. ( ૯. લક્ષ્મી કેની સ્પૃહા કરે છે આળસ વિનાના, નીતિમાં રહેનારા મનુષ્યની. અને (લી) કાને એકાએક ત્યજી દે છે? બ્રાહ્મણ, ગુરુ અને દેવની નિંદા કરનાર આળસુ મનુષ્યને.
૧૦. આ જગતમાં કલ્પવૃક્ષની ડાળી કઈ? સારા શિષ્યને આપેલી વિદ્યા. કયું અક્ષયવડનું ઝાડ છે? વિધિપૂર્વક સારા પાત્રને આપેલું દાન.
૧૧. આબરૂદાર મનુષ્યને મરણથી શું વધારે છે? અપકીર્તિ. સંસારમાં સુખી કોણ થાય છે ?ધનવાન. અને ધન શું? જેનાથી ઈષ્ટ વસ્તુ મેળવાય તે.
૧૨. કોણ વૃદ્ધિ પામે છે? વિનયશીલ મનુષ્ય. અને વળી કોણ હીશે બને છે? જે અભિમાની બને છે તે. કોના ઉપર વિશ્વાસ ન કરે? જે હમેશાં જૂઠું બોલે છે તેના ઉપર. - ૧૩. બધાંનું હથિયાર શું છે? યુક્તિ માતા કેણ છે? ગાય. બળ શું છે? વૈર્ય. મૃત્યુ કયું ? સાવધાન ન રહેવું તે.
૧૪. કુળરૂપી કમળને સૂર્ય ક્યો? ગુણ અને વૈભવ હોવા છતાં પણ જે નમ્ર છે તે. આ જગત કોને વશ છે ? પ્રિય અને હિતકારક વચનવાળા અને ધર્મમાં રાચી રહેલા મનુષ્યને.