SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ સાચો માર્ગદર્શક બનાવો. તમે તો ઈશ્વરના હથિયાર માત્ર છો. તમારું મન હંમેશાં પવિત્ર રાખવા પ્રયત્ન કરો. ૧૯. વિશ્વ-પ્રાર્થના ઓ સ્નેહ અને કરુણામૂર્તિ પૂજ્ય પ્રભુ! તને નમસ્કાર હો! નમસ્કાર હો ! તું સચ્ચિદાનંદઘન છે. તું સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે. તું સર્વાન્તર્યામી છે. અમને ઉદારતા, સમદર્શિતા અને સમતા આપ. શ્રદ્ધા, ભક્તિ અને ડહાપણ આપ. અમને આધ્યાત્મિક અંત:શક્તિ આપ. કે જેથી અમે વાસનાઓનું દમન કરી મનોવિજેતા બનીએ. અમને અહંકાર, કામ, ક્રોધ, લોભ અને દ્વેષથી મુક્ત કર. અમારું હૃદય દિવ્ય ગુણોથી ભરી દે. બધાં જ નામરૂપોમાં તારું જ દર્શન કરીએ. બધાં જ નામરૂપોમાં તારી જ સેવા કરીએ. હંમેશાં તારું જ રટણ કરીએ. તારું જ સ્મરણ રહે; તારો જ મહિમા ગાઈએ. કેવળ તારું જ પાપનાશક નામ અમારા હોઠ પર રહે. અમે તું માં જ સ્થિર થઈએ. હરિ ૐ તત્ સત્
SR No.005999
Book TitleShivanand Saraswati Santvani 27
Original Sutra AuthorN/A
AuthorShivanand Adhvaryu
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2006
Total Pages82
LanguageGujarati
ClassificationInterfaith
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy