________________
વિદ્યાર્થીઓને વીસ સૂચનો ૧૫. સેવા
તમારાં માતાપિતા, સગાંસંબંધીઓ, મિત્રો અને મુરબ્બીઓની સેવા કરો. બીજા પાસેથી લેવાની અપેક્ષા રાખો નહીં. આથી તમારું હૃદય શુદ્ધ બનશે. ૧૬. જરૂરિયાત ઓછી કરો
ઓછામાં ઓછી વસ્તુઓ રાખો. એ વસ્તુઓને ચોખાઈ અને સુઘડતાપૂર્વક રાખો. સંતોષ કેળવો. દંભ કરશો નહીં. જરૂરિયાતો ઓછી કરવાથી તૃષ્ણા ઓછી થશે. તૃષ્ણા ઓછી થવાથી તમને ચિંતા પણ ઓછી થશે. ૧૭. આત્મવિશ્વાસ
નોકરો પર નિર્ભર ન બનો. તમારું કામ તમે જાતે જ કરશે. આથી તમારો આત્મવિશ્વાસ વધશે. ૧૮, આત્મનિરીક્ષણ
રાત્રે સૂતાં પહેલાં દશેક મિનિટ આખા દિવસની તમારી દિનચર્યા પર વિચાર કરો. તમારી જાતને પૂછો. તમારાં માબાપનું તમે અપમાન કર્યું ? તમારા મિત્રને તમે દુઃખ આપ્યું ? તમારા શિક્ષકને તમે ગુસ્સે કર્યા? આ બધા પર વિચાર કરી, આવું ફરીથી ન બને એવો નિશ્ચય કરો. નોધપોથી જરૂર રાખો. આથી તમારું વ્યક્તિત્વ ઉજ્જવળ બનશે. ૧૯. રોજનીશી રાખો
તમારી રોજનીશીમાં તમારી આધ્યાત્મિક પ્રગતિની નોંધ રાખો. આધ્યાત્મિક પુસ્તકો વાંચો. ૨૦. ઈશ્વરને ભૂલો નહીં ગમે તેવા સંજોગોમાં પણ ઈશ્વરને યાદ રાખો. એને જ તમારો