________________
વીસ આધ્યાત્મિક નિયમો
૪૯
આપ્યાં. ગુરુદેવે લખ્યું: ‘‘યાદ રાખો; ભૂલી જાઓ'' અને સમજાવતાં કહ્યું: ‘‘યાદ રાખો તમે દેવી છો, દેવકી કુટ્ટી નહીં.''
૧૪ જુલાઈએ તેમને ‘હૉર્લિક્સ’ આપવા ગયા પણ ગંગાજળ માગી, કશી મુસીબત સિવાય અડધો ગ્લાસ પી ગયા. અને તે સાથે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો રાતના ૧૧.૧૫ પવિત્ર મુહૂર્તમાં; ઉત્તરાયણની છેલ્લી ઘડીએ.
ખૂબ જ
શિવાનંદજીએ કોઈ નવો ધર્મ ન ફેલાવ્યો. હિંદુને સારા હિંદુ બનવા, ક્રિશ્ચિયન બનવા, મુસલમાનને સારા મુસલમાન બનવા - સૌને દિવ્ય જીવન જીવવા શિખવાડ્યું.
૧૪. વીસ આધ્યાત્મિક નિયમો
પ્રાત:જાગરણ
૧. બ્રાહ્મમુહૂર્તમાં હંમેશાં ચાર વાગ્યે ઊઠો. પ્રાર્થના, જપ, કીર્તન તથા ધ્યાન કરવા માટે બ્રાહ્મમુહૂર્ત ઉપયોગી છે. આસન અને પ્રાણાયમ
૨. આસન, જપ અને ધ્યાનમાં નિયમિત અભ્યાસ માટે પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ પદ્માસન, સિદ્ધાસન અગર સુખાસનમાં દૃઢતાપૂર્વક ત્રણ કલાક સુધી બેસવાની ટેવ પાડવી જોઈએ. શીર્ષાસન, સર્વાંગાસન તથા પ્રાણાયામ હંમેશાં નિયમપૂર્વક કરવાં જોઈએ. નિયમિત ફરવા જવાની ટેવ પાડો.