________________
૩૮
તેઓ અજમાવતા.
તે ભક્તોની શ્રદ્ધા ન ડગે તેનો ખ્યાલ રાખીને તેમને અનુકૂળ આવે તે રીતે આગળ ધવા, ઊંચે ચડવા, ઈશ્વર પ્રત્યે આગળ ધપવા પ્રોત્સાહન આપતા.
બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ
શિવાનંદજી સંન્યાસ છૂટથી આપતા. તેમાં સ્ત્રી કે પુરુષનો ભેદ ન રાખતા. હિંદીવાસી હોય કે પરદેશી - જેની તીવ્ર ઇચ્છા જુએ તેને સંન્યાસ આપતા. યુવાન હોય કે મોતને આરે આવેલ વૃદ્ધ હોય; જ્યારે વૈરાગ્ય જાગેલો દેખે ત્યારે સંન્યાસ આપતા. રૂબરૂમાં અને ટપાલથી પણ સંન્યાસ આપતા. દુન્યવી જવાબદારીઓ છૂટે નહીં તેવા સંજોગો હોય તેને માનસિક સંન્યાસ આપતા. કપડાંને બદલે મનને રંગવાનું કહેતા. દુનિયામાં રહો પણ દુનિયાના ન બનો એ તેમની સલાહ હતી. છતાં આળસુ, પ્રમાદીને સંન્યાસ ન આપતા. બધાને કહેતા કે માનવસેવા જ માધવસેવા છે.
એક રાજકોટના મનોહર દેસાઈએ મંત્રદીક્ષા લીધી. સ્વામીજીએ મંત્ર આપ્યો હરિ ૐ, હરિ ૐ, હરિ ૐ. આમ થોડા જપ કરી માળા નવા દીક્ષિતને આપી. એકાદશી વ્રત રાખવું. રાત્રે ફક્ત ફળ અને દૂધ જ લેવાં. દરરોજ ૨૦૦ માળાજપ કરવા ! મનોહરભાઈના મો પરનો ગભરાટ જોઈ સ્વામીજીએ ઉમેર્યું: ‘ ‘છેવટે ૧૫ માળા કે તેથી ઓછી પણ જરૂર નિયમિતતાથી કરવી. શ્રીહરિ બધે જ છે. સ્વાર્થી ન થવાય. તિરસ્કાર- ધિક્કાર ન સેવાય
કોઈ તમને ગમે નહીં તેમ મનમાં ન રખાય. કોઈનો ખોટો ફાયદો ન ઉઠાવાય. એક દિવસમાં નહીં થઈ જાય. ધીમે ધીમે ધીરજથી, ખંતથી, શ્રદ્ધાથી, દિલથી મહેનત કરીને થાય.
-