________________
૨૨ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ સાહિત્યનો સતત ધોધ વહે છે.
આયુર્વેદિક ફાર્મસીમાં દવામાં દુઆ ભેળવીને અપાય છે, ફોટો-ટુડિયો, બાંધકામ વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, હિસાબ વિભાગ, સાહિત્ય પ્રકાશન વિભાગ, અન્નક્ષેત્ર, મહેમાન-ઘર અને એવા અનેક નિષ્કામ સેવાના વિભાગો છે. દરેક અંતેવાસીએ પોતે કરી શકે તેવું નિષ્કામ સેવાનું કામ કરવાનું જ હોય છે.
૭. આશ્રમનો વહીવટ
શિવાનંદજી મહાન મનોવૈજ્ઞાનિક હતા. માનવ-સ્વભાવની ઊંડી સમજણપૂર્વક તે આશ્રમનો વહીવટ કરતા.
આશ્રમના કાર્યકરો માટે તે ઊંડી લાગણી ધરાવતા. સદ્દયી માયાળુતા અને રોકડ પ્રોત્સાહન આપી કામ લેતા.
શિવાનંદજીના અંદાજપત્રમાં રસોઈયા અને એવા નીચલી કક્ષાના, ઓછું કમાતા નોકરો માટે ૧૦ ટકા તફડંચી કરવા દેવાના પણ રહેતા.
ઉનાળામાં બહાર કામ કરવા મોકલતી વખતે જ તે કહી દેતા કે ઠંડું પીણું કે ફૂટ લેવું પડે તો લઈ લેવું. તેનો હિસાબ આપવાની જરૂરત નથી. તમારી તબિયત માટે નાનુંમોટું ખર્ચ કરવામાં પૂછવાનું ન હોય. દરેક જીવંત પ્રાણીને પોતા સમ ગણવાની, સર્વને ચાહવાની આ રીતને કારણે બધાને તે આકર્ષતા.
તે કદી હુકમ કરતા નહીં. સમજાવી, મનાવીને જ કામ લેતા. બધાને માટે કોઈ માનભર્યું સંબોધન જ હોય.