________________
તપશ્ચર્યા
૧૩
માસથી વધુ સમય લાગેલો.
કેદારનાથજીમાં સ્વામીજીને દિવ્યતાનાં દર્શન થયાં. તે લખે છે: ‘ગૂઢ શાંતિ અને ભાવથી આધ્યાત્મિક દૃષ્ટિ વડે આ મહામય સ્વપ્રકાશિત કાળમીંઢ પથ્થર પર નજર ટેકવે તેને પ્રભુનાં સાક્ષાત્ દર્શન થાય છે. ’’
૧૯૩૦માં તેઓ કલકત્તા થઈ ગંગાસાગરની યાત્રાએ ગયેલા. યાત્રા વિશે તેઓ માનતા કે સાચી યાત્રાની પરીક્ષા સાધકની આંતરિક શુદ્ધિ કેટલે અંશે થઈ છે તેના પરથી થાય. રખડપટ્ટીથી તેઓ વિરુદ્ધ હતા. તે કહેતા:
‘ઇશ્વર તેના સ્વર્ગમાં છે, આ સ્વર્ગ તમારા હૃદયમાં છે. હૃદયમાં તેને શોધો. ત ત્યાં જરૂર મળશે, '
""
૧૯૩૧માં મેરુ પર્વત તરીકે ઓળખાતા માઉન્ટ કૈલાસ ગયા. સાથે સ્વામી અદ્વૈતાનંદ, ગુજરાતના સ્વામી સ્વયંજ્યોતિ અને બુલંદશહરના મંડુક આશ્રમના બ્રહ્મચારી યોગાનંદ હતા. આલમોડા થઈને ગયેલા. ૨૧ માસ સતત ચાલીને આ યાત્રા કરેલી.
સ્વામીજીએ પવિત્ર કૈલાસ રૂપે તેમની સન્મુખ ઊભેલી અને માનસ સરોવર રૂપે તેમના પગ પાસે પથરાયેલી દિવ્યતાનું શાંતિથી ધ્યાન ધર્યું અને અંતઃકરણમાં કૈલાસવાસી શિવજીનાં દર્શન કર્યાં. તેમણે મનોમન પ્રતિજ્ઞા કરી કે તે આધ્યાત્મિક ઊંચાઈનાં શિખરો સર કરશે, કૈલાસ પરના બરફ જેવું પોતાનું હૃદય શુદ્ધ કરશે અને મન સ્ફટિક જેવું નિર્મળ અને માનસરોવરના