________________
૧૨ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-પીકેશ રહેતા. સ્વામી તપોવન-સંસ્કૃતના પ્રખર વિદ્વાન, શોધ્યા ન જડે તેવા તપસ્વી ભક્ત સ્વામી પુરુષોત્તમાનંદ, બ્રહ્મચારી યોગાનંદ - પ્રખ્યાત તાંત્રિક યોગી, ભાવ ભરપૂર કીર્તનકારો: સ્વામીનારાયણ મહારાજ અને માતા આકારેશ્વરી ઉપરાંત સ્વામી અદ્વૈતાનંદજી, સ્વામી સ્વયં જ્યોતિ, સ્વામી શાંતિગિરિ વગેરે પણ હતા. દરરોજ સાંજે સત્સંગ થતો. સાધુસેવા પણ પૂરતી મળી રહેતી.
આત્મત્યાગ અને નિ:સ્વાર્થીપણાની તેઓ જીવંત મૂર્તિ હતા. પોતે સ્વર્ગાશ્રમમાં રહી. પોતાના પૈસે દરદીઓને દવા-સારવાર માટે લખનૌ મોકલતા. સાધુઓની કુટિરની મરામત કરાવી દેતા. - લોકલાડીલા અને કીર્તિવંત થતાંની સાથે ઈર્ષાનો ભોગ પણ થયા. પણ તેમણે તો તુરત માફ કરવાની અને અબઘડી ભૂલી - જવાની આદત કેળવેલી. આવા બૂરું કરનાર સાધુઓ પણ માંદા પડે તો બોલાવ્યા સિવાય તેમની માવજત સ્વામીજી પ્રેમપૂર્વક કરતા.
માગે તે આપી દેવામાં સ્વામીજી માનતા. શાંતિ આશ્રમ, વૉલ્ટરવાળા સ્વામી ઓમકાર અમેરિકાથી શિષ્યો સાથે સ્વર્ગાશ્રમ આવ્યા. સ્વામીજી પાસે બેત્રણ તૈયાર શિષ્યો હતા. ઓમકારજીએ તેમાંથી સારામાં સારા પરમાનંદજીને સેવા કરવા માગી લીધા અને આવી તાણ છતાં સ્વામીજીએ પણ આપી દીધા !
૧૯૨૬માં સ્વામી અદ્વૈતાનંદ સ્વામી બાલાનંદ, કાલી કમલીવાળા સ્વામી વિદ્યાસાગર સાથે કેદારનાથ-બદરીનાથની દરરોજ ૧૫ માઈલ ચાલીને, પગપાળા યાત્રા કરી. યાત્રાને એક