SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ અનોખો હતો. સ્વામીજીની સેવાઓ જોતાં ક્ષેત્ર અધિકારીઓએ તેમને માટે ઘી, દહીં, માખણ સહિત ખાસ ખાવાનું આપવાનું રાખ્યું. સ્વામીજી આ લઈ લેતા પણ પોતે તો સૂકી રોટલી ગંગાજળમાં પલાળી ખાઈ લેતા અને પૌષ્ટિક આહાર બીમાર સાધુઓ માટે રાખતા ! આ મહાન ગુરુ તેમના શિષ્યોને પાછલી જિંદગીમાં કહેતા કે આધ્યાત્મિક શિસ્ત લશ્કરી શિસ્ત નથી પણ સ્વ -અનુશાસન છે. પણ શરૂઆતમાં પોતે તો નિયમબદ્ધ આકરી તપશ્ચર્યા જ કરીને આગળ આવ્યા હતા ! - નિયમિત જુદા જુદા પ્રકારના પ્રાણાયામને કારણે શિવાનંદજીમાં અખૂટ શક્તિ, અજબની યાદદાસ્ત અને પહાડી સ્વર આવ્યાં હતાં. દિવસના ચોક્કસ સમયે સ્વામીજી પોતાના વિચારો કાગળ પર ટપકાવી લેતા. શરૂઆતમાં કાગળ લેવા નાણાં ન હતાં ત્યારે સ્વામીજી સાધુઓનું ટોળું હૃષીકેશના ઉકરડામાં લઈ જઈ છૂટાં પાનાં, ખૂલેલાં કવરો વગેરે વીણી લાવી, તેના કોરા ભાગમાં લખવા પેડ બનાવી લેતા. પણ કાગળ હોય ત્યારે શાહી ન હોય તેવું બનતું. અને બને હોય તો કાગળોથી પરવારી સાંજે લખવા બેસવા વખતે દીવામાં ગ્યાસતેલ ન મળે ! ને તે હોય તો વળી બે દિવસથી દીવાસળીની પેટી ખાલી થઈ ગઈ હોય ! જે થોડાં નાણાં ભેટમાં આવતાં તે ગરીબો અને સાધુઓની સેવામાં વપરાતાં.
SR No.005999
Book TitleShivanand Saraswati Santvani 27
Original Sutra AuthorN/A
AuthorShivanand Adhvaryu
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2006
Total Pages82
LanguageGujarati
ClassificationInterfaith
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy