________________
તપશ્ચર્યા શાંતિ ઝંખતા શિવાનંદ નદી પાર લક્ષમણબૂલા બાજુ ગામડાંઓમાં ભજન ગાતા ફરવા લાગ્યા. માધુકરી ઉઘરાવી જમી લેતા. રાત પડ્યે ખાલી કુટિયા પડી હોય તેમાં કે કોઈની ખુલ્લી ઓસરીમાં સૂઈ રહેતા.
અઠવાડિયામાં તેમને રહેવા એક જૂની કુટિર મળી. તેનું છાપરું અંદર બેસી જવા લાગેલું. રાફડા અને ઝાંખરાંઓથી તે ઘેરાઈ ગયેલ. શિવાનંદજી ખૂબ શાંતિથી પાંદડાંની પથારી કરી રહેવાસૂવા લાગ્યા.
પૈસા કોઈ પાસે માગવા નહીં તેવું વ્રત લીધેલું, પણ તેમને યાદ આવ્યું કે તેમના વીમાનાં નાણાં મળે તેમ હતાં, મહેનત કરીને રૂ. ૫, ૦૦૦ મેળવી પોસ્ટઑફિસ બચત ખાતામાં મૂકી દીધા અને વ્રત લીધું કે તેના વ્યાજની એક પાઈ પણ પોતાના માટે ન વાપરવી. દવાદારૂ માટે આ રકમ વાપરવા લાગ્યા.
૧૯૨૫માં પડોશના એક માત્મા સ્વામી કાલિકાનંદે જોયું કે આ મલાયાના ડૉકટર સ્વામી સેવાનું ધર્માદા દવાખાનું ચલાવી શકશે. તેણે વાત કરી. લમણઝૂલા પાસે જ બદરીનાથના રસ્તા પર એક કોટડીમાં દવાખાનું ચાલુ થયું.
એક સાધુ બદરીનાથ જતાં બીમાર પડ્યા. તેની દવા તો કરી પણ તે સાધુ ગયા પછી યાદ આવ્યું કે તેને રસ્તામાં ‘અમૃતધારા' નામની દવા ખૂબ કામ લાગશે. ડૉકટર સ્વામી તો દોડ્યા. ૬ માઈલ દોડી પેલા સાધુ મહારાજને પકડી પાડી, દવા આપીને જ જંપ્યા !
ધીમે ધીમે તે જાણીતા થવા લાગ્યા. હસમુખો, પ્રફુલ્લિત, હાસ્ય -ટુચકા કહેતો, ગાતો, સતત સેવા કરતો આ સ્વામી સ્વા.શિ.સ.-૩