________________
અને એ નામસ્મરણથી એમની સમીપ જવાની આશા રાખવી પણ વૃથા છે.
આ જીવનપરિચય વાંચી વાંચનાર મહાપુરુષોને પૂજત થાય એટલું બસ નથી. એમની મહત્તા શાને લીધે છે તે પારખવા શક્તિમાન થાય અને તેમના જેવા થવા પ્રયત્નશીલ થાય તે જ આ પુસ્તક વાંચવાને શ્રમ સફળ થયે ગણાય.
છેવટમાં એક વાક્ય લખવું ઘટે છે. આમાં જે કાંઈ નવું છે તે વિચારે મને પ્રથમ સૂક્યા છે એમ નથી કહી શકતો. મારા જીવનના ધ્યેયમાં તથા ઉપાસનાના દૃષ્ટિબંદુમાં પરિવર્તન કરી નાખનાર, મને અંધારામાંથી અજવાળામાં લઈ જનાર મારા પૂજ્યપાદ ગુરુદેવને એ માટે હું ઋણી છું. છતાં એમાં જે ખામી હોય તે મારા જ વિચાર અને ગ્રહણશક્તિની સમજવી.
રામ અને કૃષ્ણના લેખે માટે હું રે. બ. ચિન્તામણિ વિનાયક વૈદ્યનાં એ અવતારનાં ચરિત્રોને ગુજરાતી અનુવાદકોને અને બુદ્ધદેવના ચરિત્ર માટે શ્રી. ધર્માનંદ કોસંબીને “બુદ્ધલીલા સારસંગ્રહ” અને “બુદ્ધ, ધર્મ અને સંઘને અણું છું. મહાવીરની વસ્તુ બહુધા હેમાચાર્ય કૃત “ત્રિષષ્ટિશલાકા પુરુષ”ને આધારે છે અને ઈશુ માટે “બાઈબલને ઉપયોગ કર્યો છે. માગશર વદ ૧૧
સંવત ૧૯૭૯ (ઈ. સ. ૧૯૨૩)