________________
બીજી આવૃત્તિના ખુલાસામાંથી આ પુસ્તકની બીજી આવૃત્તિ કાઢવા હું મારી અનુમતિ આપવામાં આનાકાની કર્યા કરતા હતા. કારણ કે, જો કે પુસ્તકની પ્રસિદ્ધ થયેલી સમાલોચનાએ બધી અનુકૂળ હતી, છતાં ગાંધીજીના સંબંધથી મારા સાથી જેવા કહી શકાય એવા એક મિત્રે એ પુસ્તકોને બહુ બારીકીથી અભ્યાસ કરી એ ઉપર વાંધાઓની યાદી રજૂ કરી છે. એમનો મત એવો થયે છે કે મેં આ પુસ્તકમાં “રામની કેવળ વિડંબના કરી છે.” “કૃષ્ણને તો વળી ઘણુ જ કાઢી નાંખે છે.” અને “બુદ્ધને માથે કરવામાં પણ બાકી નથી રાખી.” પિતે જૈન ન હેવાથી “મહાવીર” વિષે એ ટીકા કરવા અસમર્થ હતા પરંતુ એક બે જૈન મિત્રોએ મહાવીરના મારા આલેખન વિષે પિતાને તીવ્ર અસંતોષ પ્રગટ કર્યો હતે. અને “ઈશુ ખ્રિસ્ત’ વિષે બે ગુજરાતી ખ્રિસ્તીઓના વાંધાઓ પણ આવેલા છે. “સહજાનંદ સ્વામીનું પુસ્તક સંપ્રદાયમાં અમાન્ય જેવું રહ્યું છે એમ કહેવાનો હરકત નથી. આ સ્થિતિમાં પુસ્તક ફરીથી પ્રસિદ્ધ થાય તે પહેલાં ટીકાકારોની દૃષ્ટિથી મારે એ પુસ્તકો ફરી ફરી વિચારી જવાં જોઈએ અને એ જેમને ગમ્યાં હોય તેમને શા કારણુથી ગમ્યાં એ જાણવું જોઈએ અને બીજી આવૃત્તિને જરૂર પડે તે સુધારવી જોઈએ – એમ મને લાગ્યું. આ કારણથી બીજી આવૃત્તિ કાઢવા માટે મારે ઉત્સાહ મંદ હતો, પણ ભાઈ રણછોડજી મિસ્ત્રીને આગ્રહ ચાલુ જ હોવાથી છેવટે મારે એમની ઇચ્છાને વશ થઈ બીજી આવૃત્તિ કાઢવા અનુમતિ આપવી પડી છે.
“અનુમતિ આપી છે” એટલે, અર્થાત. પુસ્તક ફરીથી સુધારી પણ ગયો છું, અને કેટલેક ભાગ ફરીથી લખી નાંખે છે. પણ જે