________________
નેધ
બાલકાપડ નેંધ ૧ લીઃ રાક્ષસ–એટલે બહુ જંગલી માણસ. એમનામાં મનુષ્યમાં રહેલા શુભ ગુણોને વિકાસ નહીં, નીતિજીવનને
ખ્યાલ નહીં. એ ક્રૂર અને નરમાંસભક્ષક હતા. જેમ સર્ષ અને સિંહ વગેરે પ્રાણુઓનો મનુષ્યને જૂના કાળમાં ઘણે ઉપદ્રવ વેઠવો પડત અને તેથી એને શિકાર કરી નાશ કરી નાખવામાં આવતે, તેમ વધારે પરાક્રમી અને નગર તથા શહેર વસાવવાની ઇચ્છાવાળી પ્રજાઓ આવી રાક્ષસપ્રજાઓને શિકાર કરતી. એ રાક્ષસનું શરીરબળ ભારે, કાયા ઊંચી, પણ બુદ્ધિ મંદ અને શસ્ત્રબળ નામનું. વિશ્વામિત્રનો હેતુ કોઈ નવી વસાહત કરવાનું હોય, અને તેમાં દેવેની મદદ મળે એ કામનાથી યજ્ઞારંભ કર્યો હોય એમ સંભવે છે. એ રાક્ષસો ભારતવર્ષની જૂની પ્રજા. આર્યોએ વસાહતે કરવી એટલે રાક્ષસની જમીન ઝૂંટવી અને એમને મારી નાખવા કે હાંકી કાઢવા. આથી એમને આ સાથે વેર હોવું સ્વાભાવિક છે, અને તેથી તેઓ વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ નાખે જ. એક કલ્પના આ છે. બીજી કલ્પના એ છે કે ઉપર કહ્યા તેવા રાક્ષસની મેટી વસ્તી લંકામાં હતી. રાવણ એમને રાજા હતો. એ હિંદુસ્તાન ઉપર પણ પિતાનું રાજ્ય સ્થાપવા ઈચ્છતો હતો, અને દેશના ઘણા માણસમાં એણે રાક્ષસોને વસાવ્યા હતા. એ આર્યો ઉપર જુલમ ગુજારતા અને એમને કોઈ પણ ઠેકાણે સુખે રહેવા દેતા નહીં. પણ એમ હોય તે