________________
આ કાર્યમાં મારાં પૂ. ગુણીજી શ્રી સુનંદાશ્રીજીની અને પૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ. પુ. ગુરૂભગિનીશ્રી સુશીલાથીજી મ. ની સહાનુભૂતિ મળી. અને વાસિનીઓ ઇન્દ્રયશાશ્રીજી સત્યરેખાથીજી, ભાગ્યપુણશ્રીજી તથા શીલપુશ્રીજીનો સહયોગ મળ્યો ને કામ સરળ બન્યું રોજ ૩૦-૪૦ લેકોને અનુવાદ લખવા માંડ્યો.
કવિ સમ્રાટ શ્રીદેવવિમલ ગણુની આ ભવ્ય કાવ્ય પ્રસાદીને આસ્વાદ એવો અદભૂત છે કે જેને પુનઃ પુનઃ અનુભવતાં જ રહીએ ! કાવ્યગુણથી ભરપુર આ મહાકાવ્ય ઉપર આ ગ્રંથમાં જ સંસ્કૃત સાહિત્યના વિદ્વાન આચાર્ય પંડિત શ્રીગોવિન્દ વ્યાસે વિકતાપુર્ણ પ્રસ્તાવના લખીને ગ્રંથનું ગૌરવ વધાર્યું છે. ને ગ્રંથને પરિચય આપ્યો છે. ગ્રંથના અભ્યાસીઓ જરૂર પ્રસ્તાવના વાંચે
આ ગ્રંથના પ્રકાશનમાં સહયોગી શ્રી નવરંગપુરા જૈન સંઘ (અમદાવાદ)ની બહેને અને મહિલા મંડળના પ્રમુખ સુશીલાબેન તથા પુષ્પાબેનની વ્યુતભક્તિ ખરેખર અનુમોદનીય છે. સુશ્રાવક કીર્તિકરભાઈની ઉદારતા અને સુશ્રાવક કાન્તિભાઈ કલસાવાળાનું સૌજન્ય જે મારૂ હદય પ્રસન્નતા અનુભવે છે. પ્રેસમાં આવવા જવાનું તમામ કાર્ય સંભાળનારા શાન્તિલાલ ભલાભાઈની સેવાવૃત્તિ અભિનંદનીય છે.
સંસ્કૃત સાહિત્યના વિદ્વાનોએ આ અનુવાદગ્રંથનું અવલેકન કરેલું છે છતાં પણ કોઈ ક્ષતિ રહી જવા પામી હેય તે અભ્યાસીઓ ક્ષમા કરે. મેં મારી મંદમતિથી આ શુભ પ્રયાસ કર્યો છે. આ ગ્રંથ સહુના હિત માટે થાઓ એવી શુભ કામના સાથે મારું નિવેદન પુર્ણ કરૂં છું.
સાવી સુચનાશ્રી પીપરડીની પિળ જૈન ઉપાશ્રય રીલીફ રોડ, અમદાવાદ
૫-૯-૭૨