________________
આ પ્રસંગે ખૂબ ભકિતવશ બનીને એક વાત કહી દઉં ? આવી મૃતઉપાસના જે આપણા પૂ. સાધ્વી સંધમાં વ્યાપક બને તો સંધની જ્ઞાનશકિતને કેવો અપૂર્વ વિકાસ થાય ? સમ્યમ્ દર્શન કેટલું નિર્મલ બને અને સમ્યફ ચારિત્રની આરાધના કેવી પ્રાણવાન બને ? હું આપણું પૂ. સાધ્વી સંધને વિનતી કરું છું કે તેઓ સમ્યગ જ્ઞાનની ઉપાસનામાં વિશેષ ઉજમાળ બનીને અમારા શ્રાવિકા સંધને સન્માર્ગ ચિંધતા રહે ને મોક્ષમાર્ગની આરાધનામાં પ્રેરણામૂર્તિ બન્યા રહે.
હું ખૂબ હર્ષ અનુભવું છું. આ ગ્રંથનું પ્રકાશનકાર્ય મને સોપીને પૂ. સાધ્વીજી મહારાજે મારા પર ઉપકાર કર્યો છે. આવા વ્યુતભક્તિના અવસર મળ્યા કરે એવી શુભકામના સાથે નિવેદન
અંતે આ ગ્રંથનું કુફરીડીંગ ખૂબ ખંતપુર્વક પં. બાબુભાઈ સવચંદે કરેલ છે. તેમજ ગ્રંથનું મુદ્રણકાર્ય અલકેશ પ્રીન્ટરીવાળા શ્રી મગનભાઈએ ખૂબ કાળજીપૂર્વક કરી આપેલ છે. અને આ ગ્રંથનું કપિ જ સુકુમાર કરેલ છે. તે બદલ તેમને આભાર માનવામાં આવે છે.
વિનીત, કાન્તિલાલ ચીમનલાલ કેલસાવાળા
અમદાવાદ-૯, ૫-૮-૭ર