________________
૬૭
આપ્ત
અને આત્મજ્ઞાનરહિત હોય તો પણ પોતાના કુળના ગુરુને સદ્ગુરુ માનવા એ માત્ર કલ્પના છે;
તેથી કંઈ વિચ્છેદ ન થાય એમ આત્માર્થી જુએ છે. ૦ પ્રત્યક્ષ સદ્ગની પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાતુ શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા
યોગ્ય નથી, અને જે દોષો સદગુરુની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી તે સદગુયોગથી સમાધાન થાય, અને તે દોષો ટળે, માટે પ્રત્યક્ષ સદ્ગુરુનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્ગુરુ
પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે. ૦ ત્રણે કાળને વિષે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઇએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઇએ; બીજો નહીં. એમ અંતરમાં વિચારીને જે સદ્દગુરુના યોગનો શોધ કરે, માત્ર એક આત્માર્થની ઈચ્છા રાખે પણ માનપૂજાદિક, રિદ્ધિસિદ્ધિની
કશી ઇચ્છા રાખે નહીં; એ રોગ જેના મનમાં નથી. ૦ જ્યાં કષાય પાતળા પડયા છે. માત્ર એક મોક્ષપદ સિવાય બીજા કોઇ પદની અભિલાષા નથી,
સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો
નિવાસ થાય. ૦ જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને
આત્મભ્રાંતિરૂપ અનંત દુ:ખનો હેતુ એવો અંતરરોગ ન મટે. એવી દશા જ્યાં આવે ત્યાં સદગુરુનો બોધ શોભે અર્થાત પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે. જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી
મોહનો ક્ષય કરી નિર્વાણપદને પામે. (પૃ. ૫૩૭-૮) આપ્ત D પ્રાપ્ત = જ્ઞાન પામેલો પુરુષ. આપ્ત = વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ. (પૃ. ૬૮૫) આખ એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર. (પૃ. ૭૬૧) સમ્યફદર્શન એટલે સત્ય આપ્ત, શાસ્ત્ર અને ગુરુનું શ્રદ્ધાન. સમ્યફદર્શન ત્રણ મૂઢતા કરી રહિત, નિઃશંકાદિ આઠ અંગ સહિત, આઠ મદ અને છ અનાયતનથી રહિત છે. સાત તત્ત્વ અથવા નવ પદાર્થના શ્રદ્ધાનને શાસ્ત્રમાં સમ્યક્દર્શન કહ્યું છે. પરંતુ દોષરહિત શાસ્ત્રના ઉપદેશ વિના સાત તત્ત્વનું શ્રદ્ધાન કેવી રીતે થાય ? નિર્દોષ આપ્ત વિના સત્યાર્થ આગમ શી રીતે પ્રગટ થાય ? તેથી સમ્યક્દર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે.
ધર્મનું મૂળ આપ્ત ભગવાન છે. આપ્ત ભગવાન નિર્દોષ, સર્વજ્ઞ અને હિતોપદેશક છે. (પૃ. ૭૬૧) 2 આતનાં અથવા પરમેશ્વરનાં લક્ષણો કેવાં હોવાં જોઇએ તે સંબંધી તત્ત્વાર્થસૂત્ર'ની ટીકામાં (સર્વાર્થસિદ્ધિમાં) પહેલી ગાથા નીચે પ્રમાણે છે :
मोक्षमार्गस्य नेतारं, भेतारं कर्मभूभृताम,
ज्ञातारं विश्वतत्त्वानां, वंदे तदगुणलट्यये. સારભૂત અર્થ :- ‘માર્ચ નેતા (મોક્ષમાર્ગે લઇ જનાર નેતા) એમ કહેવાથી “મોક્ષ'નું અસ્તિત્વ’, ‘માર્ગ', અને 'લઇ જનાર’ એ ત્રણ વાત સ્વીકારી. જો મોક્ષ છે તો તેનો માર્ગ પણ