________________
આત્માની ઓળખાણ (ચાલુ)
૬૪
છે; નહીં તો નિષ્ફળ છે; જોકે તેથી બાહ્ય ફળ થાય; પણ ચાર ગતિનો છેદ થાય નહીં. (પૃ. ૭૧૬) D વેદાંત સાંભળીને પણ આત્માને ઓળખવો. આત્મા સર્વવ્યાપક છે કે આત્મા દેહને વિષે છે તે પ્રત્યક્ષ અનુભવગમ્ય છે. બધા ધર્મનું તાત્પર્ય એ છે કે આત્માને ઓળખવો. બીજાં બધાં સાધન છે તે જે ઠેકાણે જોઇએ (ઘટે) તે જ્ઞાનીની આજ્ઞાએ વાપરતાં અધિકારી જીવને ફળ થાય. દયા વગેરે આત્માને નિર્મળ થવાનાં સાધનો છે. (પૃ. ૭૧૫)
... બે ઘડીમાં અનંતાં કર્મો નાશ પામે છે. આત્માની ઓળખાણ થાય તો કર્મ નાશ પામે. (પૃ. ૭૦૯) આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પ૨વસ્તુના ત્યાગી થવું. (પૃ. ૨૦૧)
આત્માની ઓળખાણ થાય તે ‘૫રમાર્થસમ્યક્ત્વ'. (પૃ. ૭૦૯)
આત્માનું લક્ષણ
આત્માનું મુખ્ય લક્ષણ ઉપયોગ છે. (પૃ. ૭૧૩)
જે ઘટપટાદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય તોપણ તે તેવી જ જાતિના થાય, અર્થાત્ જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાનીપુરુષો મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળો કહે છે, તે તેવા (ઘટપટાદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશ) પદાર્થથી, ઉત્પન્ન કોઇ રીતે થઇ શકવા યોગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ સહજ સ્વભાવ છે. (પૃ. ૪૨૫)
આત્માકારતા
આત્માનું આત્મસ્વરૂપરૂપે પરિણામનું હોવાપણું તે આત્માકારતા કહીએ છીએ. (પૃ. ૩૫૫) આત્માર્થ
— જ્યાં કષાય પાતળા પડયા છે, માત્ર એક મોક્ષપદ સિવાય બીજા કોઇ પદની અભિલાષા નથી, સંસાર ૫૨ જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર ૫૨ જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ થાય. (પૃ. ૫૩૭)
અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય છે. (પૃ. ૫૨૧)
D અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની ૫ના છોડી દઇ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઇએ. (પૃ. ૫૫૮)
જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઇ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન ક૨વામાં ન આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તો નિઃસંદેહ યથાર્થ લાગે છે. (પૃ. ૩૩૧)
સાત નય અથવા અનંત નય છે, તે બધા એક આત્માર્થે જ છે, અને આત્માર્થ તે જ એક ખરો નય.