________________
૫૯
આત્મા (ચાલુ) || સૂક્ષ્મ છે, તેના વારંવાર વિચારથી સ્વરૂપ સમજાય છે, અને તે પ્રમાણે સમજાયાથી તેથી સૂક્ષ્મ અરૂપી
એવો જે આત્મા તે સંબંધી જાણવાનું કામ સહેલું થાય છે. (પૃ. ૭૫૬) I આત્મા હોય તો જ્ઞાન થાય. જડ હોય તો જ્ઞાન કોને થાય? (પૃ. ૭૧૪) 0 જડ ને આત્મા તન્મયપણે થાય નહીં. સૂતરની આંટી સૂતરથી કાંઈ જુદી નથી; પણ આંટી કાઢવી તેમાં વિકટતા છે; જોકે સૂતર ઘટે નહીં ને વધે નહીં. તેવી જ રીતે આત્મામાં આંટી પડી ગઈ છે. (પૃ. ૭૧૪) દેહધારી આત્મા પંથી છે અને દેહ એ ઝાડ છે. આ દેહરૂપી ઝાડમાં (નીચે) જીવરૂપી પંથી વટેમાર્ગુ થાક
લેવા બેઠો છે. તે પંથી ઝાડને જ પોતાનું કરી માને એ કેમ ચાલે? (પૃ. ૬૭૭) D દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી, ઘડાને જોનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહનો જેનાર,
જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. (પૃ. ૩૬ ૨) જેમ પારાગ નામનું રત્ન દૂધમાં નાખ્યું હોય તો તે દૂધના પરિમાણ પ્રમાણે પ્રભાસે છે. તેમ દેહને વિષે સ્થિત એવો આત્મા તે માત્ર દેહપ્રમાણ પ્રકાશક-વ્યાપક છે. (પૃ. ૫૮૮). દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ જેવો અર્થાતુ. દેહ ભાસ્યો છે; પણ આત્મા અને દેહ બન્ને જુદાં છે, કેમકે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે
અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે; અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે; પણ જેમ તરવાર ને મ્યાન; મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બન્ને જુદા જુદા છે. તે આત્મા દ્રષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય? કેમકે ઊલટો તેનો તે જોનાર છે. સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાધ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી એવો બાકી છે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે. કર્મેન્દ્રિયથી સાંભળ્યું છે તે કર્મેન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઇન્દ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ-ઇન્દ્રિય દીઠેલું તે કન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સૌ સૌ ઇન્દ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચે ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાતુ જે તે પાચે ઇન્દ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે “આત્મા” છે, અને આત્મા વિના એકેક ઇન્દ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. દેહ તેને જાણતો નથી, ઇન્દ્રિયો તેને જાણતી નથી અને શ્વાસોશ્વાસરૂપ પ્રાણ પણ તેને જાણતો નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડયાં રહે છે. જાગ્રત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે તે અવસ્થાઓથી જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે, એવો પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે; કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી. ઘટ, પટ આદિને તું પોતે જાણે છે, “તે છે' એમ તું માને છે, અને જે તે ઘટ, પટ આદિનો જાણનાર