SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચય | ૭૮૮ ] નિશ્ચય | |તારે પોતામાં પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. આ મનુષ્યજન્મ સિવાય અન્ય કોઇ પણ જન્મમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય નથી થતો. (પૃ. ૨૦૯, આંક ૧૦૨) 0 બાહ્યાભંતર અરાંગપણું પામ્યા છે એવા મહાત્માઓને સંસારનો અંત સમીપ છે, એવો નિઃસંદેહ જ્ઞાનીનો નિશ્ચય છે. (પૃ. ૬૩૪, આંક ૮૭૩) જેમ બને તેમ વીતરાગધૃતનું અનુપ્રેક્ષણ (ચિંતવન) વિશેષ કર્તવ્ય છે. પ્રમાદ પરમ રિપુ છે; એ વચન જેને સમ્યફ નિશ્ચિત થયું છે તે પુરુષો તફ્ટ થતાં સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ન પણ ઈચ્છતા નથી. (પૃ. ૬ ૨૯, આંક ૮૫૩) નિત્યનિયમ || નિત્ય નિયમમાં તમને અને બધા ભાઇઓને હમણાં તો એટલું જ જણાવું છું કે જે જે વાટેથી અનંતકાળથી ગ્રહાયેલા આગ્રહનો, પોતાપણાનો, અને અસત્સંગનો નાશ થાય તે તે વાટે વૃત્તિ લાવવી; એ જ ચિંતન. રાખવાથી, અને પરભવનો દઢ વિશ્વાસ રાખવાથી કેટલેક અંશે તેમાં જય પમાશે. (પ. રપ૩, આંક ૧૭૭) નિષ્કરણ કરુણા | મહાત્માઓએ નિષ્કારણ કણાથી પરમપદનો ઉપદેશ કર્યો છે, તેથી એમ જણાય છે કે તે ઉપદેશનું કાર્ય પરમ હિત જ છે. સર્વ જીવ પ્રત્યે બાહ્ય દયામાં પણ અપ્રમત્ત રહેવાનો જેના યોગનો સ્વભાવ છે, તેનો. આત્મરવભાવ સર્વ જીવને પરમપદના ઉપદેશનો આકર્ષક હોય, તેવી નિષ્કરણ કષ્ણાવાળો હોય તે યથાર્થ છે. (પૃ. ૬૩૬, આંક ૮૮૨) જે પુરુષો બીજા જીવોને ઉપદેશ દઈ કલ્યાણ બતાવે છે તે પુરુષોને તો અનંતો લાભ પ્રાપ્ત થયો. છે. સત્પરુષો પરજીવની નિશ્ચમ કષ્ણાના સાગર છે. વાણીના ઉદય પ્રમાણે તેમની વાણી નીકળે છે. તેઓ કોઇ જીવને ‘દિક્ષા લે’ તેવું કહે નહીં. તીર્થકરે પૂર્વે કર્મ બાંધ્યું છે તે દવા માટે બીજા જીવનું કલ્યાણ કરે છે; બાકી તો ઉદય પ્રમાણે દયા વર્તે છે. તે દયા નિષ્કરણ છે, તેમ તેઓને પારી નિર્જરાએ કરી પોતાનું કલ્યાણ કરવાનું નથી. તેમનું કલ્યાણ તો થયેલું જ છે. તે ત્રણ લોકના નાથ તો તરીને જ બેઠા છે. રાપુરુષ કે સમકિતીને પણ એવી (કામ) ઉપદેશ દેવાની ઈચ્છા હોય નહીં. તે પણ નિષ્કારણ દયાની. ખાતર ઉપદેશ દે છે. (પૃ. ૭૩૦, ‘ઉપદેશછાયા', આંક ૯૫૭) નિત્ય ન્યૂનપણું | 1 પોતાનું ક્ષયોપશમબળ ઓછું જાણીને અહંમમતાદિનો પરાભવ થવાને નિત્ય પોતાનું ન્યૂનપણું દેખવું વિશેષ સંગ પ્રસંગ સંક્ષેપવા યોગ્ય છે. (પૃ. ૪૮૮, આંક ૬૫૨) | સંબંધિત શિર્ષક : અહં, મમતા
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy