________________
અભ્યાસ
૭૮૪
અભ્યાસ
બંધવૃત્તિને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સંતત અભ્યાસ કર્તવ્ય છે, કારણકે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? કારણ વિના કોઇ કાર્ય સંભવતું નથી; તો આ જીવે તે વૃત્તિઓના ઉપશમન કે નિવર્તનનો કોઇ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઇ સાધન કર્યું નથી, અને હજી સુધી તે પ્રકારમાં જીવ કઇ ઠેકાણું કરતો નથી, અર્થાત્ હજી તેને તે અભ્યાસમાં કંઇ રસ દેખાતો નથીઃ તેમ કડવાશ લાગતાં છતાં તે કડવાશ ઉપર પગ દઇ આ જીવ ઉપશમન, નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટપરિણામી જીવે વિચારવા યોગ્ય છે; વિસર્જન કરવા યોગ્ય કોઇ રીતે નથી. (પૃ. ૪૧૧, આંક પ૧૦)
અધિકારી
D & આર્ય ! નિરાશા વખતે મહાત્મા પુરુષોનું અદ્ભુત આચરણ સંભારવું યોગ્ય છે. ઉલ્લાસિત વીર્યવાનં, પરમતત્ત્વ ઉપાસવાનો મુખ્ય અધિકારી છે. (પૃ. ૬૩૫, આંક ૮૭૯)
અવલંબન
T શુદ્ધાત્મસ્થિતિનાં પારમાર્થિક શ્રુત અને ઇન્દ્રિયજય બે મુખ્ય અવલંબન છે. સુદઢપણે ઉપાસતાં તે સિદ્ધ થાય છે. (પૃ. ૬૩૫, આંક ૮૭૯)
આલંબન
D વિચારવાને બીજાં આલંબનો મૂકી દઇ, આત્માના પુરુષાર્થનો જય થાય તેવું આલંબન લેવું. કર્મબંધનનું આલંબન લેવું નહીં. (પૃ. ૭૦૮, આંક ૯૫૭)
આચરણ
D અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. (ધર્મ શબ્દ આચરણને બદલે છે.) (પૃ. ૩૫૩, આંક ૪૦૮)
આશય
D જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનને લૌકિ દૃષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે. તે અલૌકિક ષ્ટિનાં કારણો સામા જીવને હૈયે જો બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવાં, નહીં તો પોતાનું એ વિષેમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું તથા મોક્ષમાર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી એ આદિ કારણો યથાશક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું, નહીં તો બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું એ ઠીક છે. (પૃ. પ૧પ, આંક ૭૦૪)