________________
પરમકૃપાળુદેવ અને ...
૭૬૯ પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કંઈ પ્રારબ્ધ છે તે વેદવા સિવાય બીજો પ્રકાર નથી, અને યોગ્ય પણ તે રીતે છે એમ જાણી જે જે પ્રકારે જે કાંઇ પ્રારબ્ધ ઉદય આવે છે તે સમ પરિણામથી વેદવાં ઘટે છે, અને તે કારણથી આ વ્યવસાયપ્રસંગ વર્તે છે. ચિત્તમાં કોઇ રીતે તે વ્યવસાયનું કર્તવ્યપણું નહીં જણાતાં છતાં તે વ્યવસાય માત્ર ખેદનો હેતુ છે, એવો પરમાર્થ નિશ્વય છતાં પણ પ્રારબ્ધરૂપ હોવાથી, સત્સંગાદિ યોગને અપ્રધાનપણે વેદવો પડે છે. તે વેદવા વિષે ઇચ્છા-નિરિચ્છા નથી; પણ આત્માને અફળ એવી આ પ્રવૃત્તિનો સંબંધ રહેતો દેખી ખેદ થાય છે
અને તે વિષે વારંવાર વિચાર રહ્યા કરે છે. (પૃ. ૩૫૮) D મનનો, વચનનો તથા કાયાનો વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્યા કરે છે. અને એ જ
કારણથી તમને પત્રાદિ લખવાનું બની શકતું નથી. વ્યવસાયનું બહોળાપણું ઇચ્છવામાં આવતું નથી, તથાપિ પ્રાપ્ત થયા કરે છે. અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવા યોગ્ય છે, કે જેના વેદનથી ફરી તેનો ઉત્પત્તિયોગ મટશે, નિવૃત્ત થશે. કદાપિ બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે તોપણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણે વિસ્ત્રસાપરિણામ જેવો પરિણમી શકે નહીં, એમ લાગે છે. માટે તે વ્યવસાયની જે અનચ્છિાપણે પ્રાપ્તિ થાય તે વેદવી, એ કોઇ પ્રકારે વિશેષ સાફ લાગે છે. (પૃ. ૪0૬) નિઃસારપણું અત્યંતપણે જાણ્યા છતાં, વ્યવસાયનો પ્રસંગ આત્મવીર્યને કંઇ પણ મંદતાનો હેતુ થાય છે,
તે છતાં તે વ્યવસાય કરીએ છીએ. આત્માથી ખમવા યોગ્ય નહીં તે જમીએ છીએ. (પૃ. ૪૧૪). 'D હાલ વ્યવસાય વિશેષ છે. ઓછો કરવાનો અભિપ્રાય ચિત્તમાંથી ખસતો નથી. અને વધારે થયા કરે છે.
(પૃ. ૪૩૯) .. વ્યવહાર |
વ્યવહારપરત્વે કોઈ રીતે આપના (શ્રી મનસુખરામભાઇના) સંબંધથી લાભ લેવાનું સ્વપ્ન પણ ઇચ્છયું નથી; તેમ જ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઇચ્છા રાખી નથી. એક જન્મ અને તે થોડા જ કાળનો પ્રારબ્ધાનુસાર ગાળી લેવો તેમાં દૈન્યતા ઉચિત નથી. એ નિશ્રય પ્રિય છે. સહજભાવે વર્તવાની અભ્યાસ પ્રણાલિકા કેટલાંક (ભૂજ) વર્ષ થયાં આરંભિત છેઃ અને એથી નિવૃત્તિની વૃદ્ધિ છે. આ વાત અહીં જણાવવાનો હેતુ એટલો જ કે આપ અશકિત હશો; તથાપિ પૂર્વાપરે પણ અશંકિત રહેવા માટે જે હેતુથી આપના ભણી મારું જોવું છે તે જણાવ્યું છે; અને એ અશંકિતતા સંસારથી ઔદાસીન્ય ભાવને પામેલી દશાને સહાયક થશે એમ માન્યું હોવાથી (જણાવ્યું છે). (પૃ. ૨૧૮) અહીં ત્રણે કાળ સરખા છે. બેઠેલા વ્યવહાર પ્રત્યે અસમતા નથી; અને ત્યાગવાની ઇચ્છા રાખી છે; પણ
પૂર્વપ્રકૃતિને ટાળ્યા વિના છૂટકો નથી. (પૃ. ૨૫૫) T બીજો બધો વ્યવહાર વર્તમાનમાં જ મૂકી દીધો હોય તો તે (બાહ્યાભ્યતર નિગ્રંથતા) બને એવું છે. બે
ત્રણ ઉદય વ્યવહાર એવા છે કે જે ભોગવ્યે જ નિવૃત્ત થાય એવા છે; અને કષ્ટ પણ તે વિશેષકાળની સ્થિતિમાંથી અલ્પકાળમાં વેદી શકાય નહીં એવા છે; અને તે કારણે કરી મૂર્ખની પેઠે આ વ્યવહાર ભજ્યા કરીએ છીએ. (પૃ. ૩૭૫) E અમારી પાસે આવવામાં કોઇ કોઇ રીતે તમારી સાથેના પરિચયી શ્રી દેવકરણજીનું મને અટકતું હતું;