________________
પરમકૃપાળુદેવ અને ...
વિચાર
D નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વર્ત્યા કરે છે. (પૃ. ૪૫૨)
વિચારદશા
૭
પ્રકાશસ્વરૂપ ધામ. તેમાં અનંત અપ્રકાશ ભાસ્યમાન અંતઃકરણ.
તેથી શું થાય ? જ્યાં જ્યાં તે તે અંતઃકરણો વ્યાપે ત્યાં ત્યાં માયા ભાસ્યમાન થાય, આત્મા અસંગ છતાં સંગવાન જણાય, અકર્તા છતાં કર્તા જણાય, એ આદિ વિપરીતતા થાય.
તેથી શું થાય ? આત્માને બંધની કલ્પના થાય તેનું શું કરવું ? અંતઃકરણનો સંબંધ જવા માટે તેનાથી પોતાનું જુદાપણું સમજવું.
જુદાપણું સમજ્યું શું થાય ? આત્મા સ્વસ્વરૂપ અવસ્થાન વર્તે.
એકદેશ નિ૨ાવ૨ણ થાય કે સર્વદેશ નિરાવરણ થાય ? (પૃ. ૨૦૩)
હે શ્રી............ ! તમે શંકારૂપ વમળમાં વારંવાર વહો છો તેનો અર્થ શો છે ? નિઃસંદેહ થઇને રહો, અને એ જ તમારો સ્વભાવ છે.
હે અંતરાત્મા ! તમે કહ્યું જે વાક્ય તે યથાર્થ છે, નિસંદેહપણે સ્થિતિ એ સ્વભાવ છે, તથાપિ સંદેહના આવરણનો કેવળ ક્ષય જ્યાં સુધી કરી શકાયો ન હોય ત્યાં સુધી તે સ્વભાવ ચલાયમાન અથવા અપ્રાપ્ત રહે છે, અને તે કારણથી અમને પણ વર્તમાન દશા છે.
હે શ્રી.... ! તમને જે કંઇ સંદેહ વર્તતા હોય તે સંદેહ સ્વવિચારથી અથવા સત્સમાગમથી ક્ષય કરો. હે અંતરાત્મા ! વર્તમાન આત્મદશા જોતાં જો પરમ સત્યમાગમ પ્રાપ્ત થયો હોય, અને તેમના આશ્રયે વૃત્તિ પ્રતિબંધ પામી હોય તો તે સંદેહની નિવૃત્તિનો હેતુ થવો સંભવે છે. બાકી બીજો કોઇ ઉપાય દેખાતો નથી, અને પરમ સત્સમાગમ અથવા સત્યમાગમ પણ પ્રાપ્ત થવો મહા કઠણ છે. હે શ્રી.... ! તમે કહો છો તેમ સત્સમાગમનું દુર્લભપણું છે, એમાં સંશય નથી, પણ તે દુર્લભપણું જો સુલભ ન થાય તેમ વિશેષ અનાગતકાળમાં પણ તમને દેખાતું હોય તો તમે શિથિલતાનો ત્યાગ કરી સ્વવિચારનું દૃઢ અવલંબન ગ્રહણ કરો, અને પરમપુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી સામાન્ય સત્સમાગમમાં પણ કાળ વ્યતીત કરો.
હે અંતરાત્મા ! તે સામાન્ય સત્સમાગમી અમને પૂછી સંદેહની નિવૃત્તિ કરવા ઇચ્છે છે, અને અમારી આજ્ઞાએ પ્રવર્તવું કલ્યાણરૂપ છે એમ જાણી વશવર્તીપણે વર્ત્યા કરે છે; જેથી અમને તેમના સમાગમમાં
નિજવિચાર કરવામાં પણ તેમની સંભાળ લેવામાં પડવું પડે, અને પ્રતિબંધ થઇ સ્વવિચારદશા બહુ આગળ ન વધે, એટલે સંદેહ તો તેમ જ રહે. એવું સંદેહસહિતપણું હોય ત્યાં સુધી બીજા જીવોના એટલે સામાન્ય સત્સમાગમાદિમાં પણ આવવું ન ઘટે, માટે શું કરવું તે સૂઝતું નથી. (પૃ. ૨૪૩)
D સ્વસ્થિતિ-આત્મદશા સંબંધે વિચાર. તથા તેનું પર્યવસાન ? ત્યાર પછી લોકોપકારપ્રવૃત્તિ ? લોકોપકારપ્રવૃત્તિનું ધોરણ. વર્તમાનમાં (હાલમાં) કેમ વર્તવું ઉચિત છે ? (પૃ. ૮૦૮)
પ્રત્યક્ષ અનેક પ્રકારનાં દુ:ખને તથા દુઃખી પ્રાણીઓને જોઇને, તેમ જ જગતની વિચિત્ર રચના જાણીને તેમ થવાનો હેતુ શો છે ? તથા તે દુઃખનું મૂળ સ્વરૂપ શું છે ? અને તેની નિવૃત્તિ કયા પ્રકારે થઇ શકવા યોગ્ય છે ? તેમ જ જગતની વિચિત્ર રચનાનું અંતર્સ્વરૂપ શું છે, એ આદિ પ્રકારને વિષે વિચારદશા