________________
પરમકૃપાળુદેવ અને...
૭પ / ઉપાર્જન થવાનો એવો જ પ્રકાર હશે કે જેથી તે પ્રસંગમાં પ્રવર્તવાનું રહ્યા કરે. પણ તે કેવું રહ્યા કરે છે? કે જે ખાસ સંસારસુખની ઇચ્છાવાળા હોય તેને પણ તેવું કરવું ન પોષાય, એવું રહ્યા કરે છે. જોકે એ વાતનો ખેદ યોગ્ય નથી, અને ઉદાસીનતા જ ભજીએ છીએ. (પૃ. ૩૭૯) અમે તો તે ઉપાધિજોગથી (આત્મસ્વરૂપના બોધના વિશેષ પરિણામ પ્રત્યે આવરણ થવારૂપ સંસાર) હજુ ત્રાસ પામ્યા કરીએ છીએ; અને તે તે જોગે દયમાં અને મુખમાં મધ્યમાં વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ. સમ્યકત્વને વિષે અર્થાત બોધને વિષે ભ્રાંતિ પ્રાયે થતી નથી. પણ બોધના વિશેષ પરિણામનો અનવકાશ થાય છે. એમ તો સ્પષ્ટ દેખાય છે, અને તેથી ઘણી વાર આત્મા આકુળવ્યાકુળપણાને પામી ત્યાગને ભજતો હવો; તથાપિ ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે, અદીનપણે, અવ્યાકળપણે વેદવી એ જ જ્ઞાનીપુરુષોનો માર્ગ છે, અને તે જ ભજવો છે, એમ સ્મૃતિ થઇ સ્થિરતા રહેતી આવી છે. એટલે આકુળાદિ ભાવની થતી વિશેષ મુઝવણ સમાપ્ત થતી હતી. આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. “આત્મા આત્મા,' તેનો વિચાર, જ્ઞાનીપુરુષની સ્મૃતિ, તેના માહાભ્યની કથાવાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ, એ અમને હજુ આકર્ષ્યા કરે છે, અને તે કાળ ભજીએ છીએ. અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે; અને બીજી બાજુથી આવાં ક્ષેત્ર, આવા લોકપ્રવાહ, આવા ઉપાધિજોગ અને બીજા બીજા તેવા તેવા પ્રકાર
જોઈ વિચાર મૂર્છાવત્ થાય છે. ઇશ્વરેચ્છા ! (પૃ. ૩૮૧). T કાળ એવો (દુષમ) છે. ક્ષેત્ર (મુંબઈ) ઘણું કરી અનાર્ય જેવું છે, ત્યાં સ્થિતિ છે, પ્રસંગ, દ્રવ્યકાળાદિ
કારણથી સરળ છતાં લોકસંજ્ઞાપણે ગણવા ઘટે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આલંબન વિના નિરાધારપણે જેમ આત્માપણું ભજાય તેમ ભજે છે. બીજો શો ઉપાય? (પૃ. ૪૦૬) ... ભણતર | D અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું છે. ભણ્યા હોત તો કલ્પના વધત. કલ્પનાને તો છાંડવી છે. ભણેલું
ભૂલ્ય છૂટકો છે. ભૂલ્યા વિના વિકલ્પ દૂર ન થાય. જ્ઞાનની જરૂર છે. (પૃ. ૬૩) : ... ભલામણ D તમને બધાને ભલામણ છે કે આ આત્મા સંબંધે બીજા પ્રત્યે કંઈ વાતચીત કરવી નહીં. (પૃ. ૨૫૫)
અમારી વૃત્તિ જે કરવા ઇચ્છે છે, તે નિષ્કારણ પરમાર્થ છે; એ વિષે વારંવાર જાણી શક્યા છો; તથાપિ કંઈ સમવાય કારણની ન્યૂનતાને લીધે હાલ તો તેમ કંઇ અધિક કરી શકાતું નથી. માટે ભલામણ છે કે અમે હાલ કંઈ પરમાર્થજ્ઞાની છીએ અથવા સમર્થ છીએ એવું કથન કીર્તિત કરશો નહીં. કારણ કે એ અમને વર્તમાનમાં પ્રતિકૂળ જેવું છે. (પૃ. ૨૨૯) વળી બીજી એક ભલામણ સ્પષ્ટપણે લખવી યોગ્ય ભાસે છે, માટે લખીએ છીએ; તે એ કે, આગળ અમે તમ વગેરેને જણાવ્યું હતું કે અમારા સંબંધી જેમ બને તેમ બીજા જીવો પ્રત્યે ઓછી વાત કરવી, તે અનુક્રમમાં વર્તવાનો લક્ષ વિસર્જન થયો હોય તો હવેથી સ્મરણ રાખશો; અમારા સંબંધી અને અમારાથી