________________
૫૧
ક્ષેત્ર- અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું.
કાળ–અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું.
ભાવ-શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.
વચનસંયમ- વચનસંયમ- વચનસંયમ.
મનોસંયમ- મનોસંયમ- મનોસંયમ.
આત્મસિદ્ધિશાસ્ત્ર
કાયસંયમ- કાયસંયમ- કાયસંયમ.
કાયસંયમ : ઇન્દ્રિયસંક્ષેપતા, આસનસ્થિરતા; ઇન્દ્રિયસ્થિરતા, સઉપયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ. વચનસંયમ : મૌનતા, સઉપયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ; વચનસંક્ષેપ, વચનગુણાતિશયતા. મનઃસંક્ષેપતા, મનઃસ્થિરતા; આત્મચિંતનતા.
મનોસંયમ
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ.
સંયમ કારણ નિમિત્તરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ. દ્રવ્ય - સંયમિત દેહ.
ક્ષેત્ર – નિવૃત્તિવાળાં ક્ષેત્રે સ્થિતિ – વિહાર.
-
કાળ - યથાસૂત્ર કાળ.
ભાવ - યથાસૂત્ર નિવૃત્તિસાધનવિચાર. (પૃ. ૭૯૪-૫)
E સંબંધિત શિર્ષક : સાધન
આત્મસિદ્ધિ
— જો સર્વ ત્યાગી શકતા હો તો ત્યાગી દો, એટલે મોક્ષરૂપ જ થશો. નહીં તો હેય, જ્ઞેય, ઉપાદેયનો બોધ લો, એટલે આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. (પૃ. ૧૨૪)
– આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતાં ઘણો વખત જાય. જ્યારે એક માત્ર શાંતપણું સેવ્યાથી તરત પ્રાપ્ત થાય છે. (પૃ. ૭૬૫)
આત્મસિદ્ધિશાસ્ત્ર
_ એકાંતમાં અવગાહવાને અર્થે ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' આ જોડે મોકલ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા યોગ્ય છે.
‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ શ્રી દેવકરણજીએ આગળ અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તોપણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઇએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્યજીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ, અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો, ભિન્નભાવરહિત, લોકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને, નિશ્રય વર્તાવીને, શ્રી લલ્લુજીમુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ