________________
પરમકૃપાળુદેવ અને
૭૪૬ .. નિવૃત્તિ T કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભયોગમાં પ્રવૃત્તિ કરશો નહીં; તમારી ઇચ્છાનુસાર તમે
વર્તજો, તેમાં મારે કંઇ પણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિશ્રેણિમાં વર્તવા દેતાં કોઇ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં; અને ટૂંકું કરવા જો તમારી ઇચ્છા હોય તો ખચીત કરીને મને આગળથી જણાવી દેજો. તે શ્રેણિને સાચવવા મારી ઇચ્છા છે અને તે માટે એથી હું યોગ્ય કરી લઇશ. મારું ચાલતાં સુધી હું તમને દુભાવીશ નહીં અને છેવટે એ જ નિવૃત્તિશ્રેણિ તમને અપ્રિય હશે તોપણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપથી, તમને કોઇ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઇચ્છા રાખીને ખસી જઇશ. (પૃ. ૨૩૫-૬). અમે આ કામ પ્રેરેલું તે માટે સંબંધી .... બને તેટલું મજૂરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઇ જાય છે. પણ ....ને દોષબુદ્ધિ આવી જવાનો સંભવ; તે અનંત સંસારનું કારણ ....ને થાય એમ જાણી જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ ક્ય જવું એમ હાલ તો ધાર્યું છે. આ કામ પછી ‘ત્યાગ' એવું અમે તો જ્ઞાનમાં જોયું હતું, અને હાલ આવું સ્વરૂપ દેખાય છે, એટલી આશ્રર્યવાર્તા છે. અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી, તેમ છતાં ઘણોખરો કાળ આ કામમાં ગાળીએ છીએ; અને તેનું કારણ માત્ર તેમને દોષબુદ્ધિ ન આવે એટલું જ છે; તથાપિ અમારી વર્તના જ એવી છે કે જીવ તેનો જો ખ્યાલ ન કરી શકે તો તેટલું કામ કરતાં છતાં પણ દોષબુદ્ધિ જ રહ્યા કરે. (પૃ. ૩૨૧) અમે અભારંભને, અલ્પપરિગ્રહને વ્યવહારમાં બેઠાં પ્રારબ્ધ નિવૃત્તિરૂપે ઇચ્છીએ છીએ, મહત્ આરંભ, અને મહતુ પરિગ્રહમાં પડતા નથી. તો પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કંઈ સંશય કર્તવ્ય નથી. (પૃ. ૩૭૩) જ્ઞાન કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્રય બદલતો નથી, કે સર્વસંગ મોટા આસ્રવ છે; ચાલતાં, જોતાં, પ્રસંગ કરતાં, સમય માત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે; અને તે વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે, આવે છે, અને આવી શકે તેવી છે; તેથી અહોનિશ તે મોટા આગ્નવરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે; અને તે દિવસે દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે; તે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ યોગે ઇચ્છા રહે છે.
(પૃ. ૪૪૦) 1 જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધ પણ હોય, એમ છતાં પણ
તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે; જોકે તે વેદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂઝયાં કર્યું છે, તોપણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઇએ તે દશા ઉદયમાં રહે, તો અલ્પ કાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે; પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકળ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઇએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુજીવને દેખાતી નથી. આ પ્રકાર જે લખ્યો છે તે વિષે હમણાં વિચાર ક્યારેક