________________
પરમકૃપાળુદેવ અને ...
૭૪૩ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી, અને તે વિષેનું વાંચવું, સાંભળવું કદાપિ ચમત્કારિક હોય, તોપણ બોજારૂપ લાગે છે. થોડી પણ તેમાં રુચિ રહી નથી. (પૃ. ૩૨ ૧). “જ્યોતિષ'ને કલ્પિત ગણી અમે ત્યાગી દીધું. લોકોમાં આત્માર્થતા બહુ ઓછી થઇ ગઈ છે; નહીંવત્ રહી છે. સ્વાર્થહતુએ એ અંગે લોકોએ અમને પજવી મારવા માંડયા. આત્માર્થ સરે નહીં એવા એ
જ્યોતિષના વિષયને કલ્પિત (સાર્થક નહીં) ગણી અમે ગૌણ કરી દીધો. ગોપવી દીધો. (પુ. ). [... જ્ઞાની |
ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઇ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. (પૃ. ૩૧૯) પૂર્વ કાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે; તે શ્રવણને, શ્રવણના કર્તાને, અને તેમાં ભકિતભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભકિત, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભકિતએ કરીએ છીએ. (પૃ. ૩૮૧).
.. તીર્થકર
તીર્થકર જે સમજ્યા અને પામ્યા છે... આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણાય વખત થયાં કરી રાખ્યો છે. જોકે તીર્થંકર થવા ઇચ્છા નથી, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે, કરવા ઇચ્છા છે, એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે. તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઇચ્છા રાખી નથી. (પૃ. ૨૪૯)
ત્યાગ
D ઘર્મના સિદ્ધાંતો દૃઢ કરી, હું સંસાર ત્યાગી, તેઓને ત્યગાવીશ. કદાપિ હું પરાક્રમ ખાતર થોડો સમય
નહીં ત્યાગું તોપણ તેઓને ત્યાગ આપીશ. (પૃ. ૧૬૬). . દાસત્વ જ્ઞાની કરતાં એવા મુમુક્ષુ (ભોજો ભગત, નિરાંત કોળી) પર અતિશય ઉલ્લાસ આવે છે, તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે; અને એ જ એમનું દાસત્વ અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય
છે, તેનું કારણ છે. (પૃ. ૨૫૭) D અમારા ઉપર તમારી ગમે તેવી વ્યક્તિ હો, બાકી સર્વ જીવોના અને વિશેષે કરી ધર્મજીવના તો અમે ત્રણે
કાળને માટે દાસ જ છીએ. (પૃ. ૨૬૭) • દુઃખ | B મને મોટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જીવો પ્રવર્તે છે,
તેનો પ્રસંગ થવો અને વળી કોઈ કારણોને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતાં છતાં તેનું અનંગીકારપણું થવું એ અમોને પરમદુઃખ છે. અને જો તે યોગ્ય હશે તો તે ટાળવાને હે નાથ ! તું સમર્થ છો, સમર્થ છો. મારું સમાધાન ફરી ફરી હે હરિ ! સમાધાન કર. (પૃ. ૨૪૪).