________________
હરિભદ્રાચાર્ય (ચાલુ)
૭૨૪ મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસિ ડારે, ઇન્દ્રિહ કતલ કરિ કિયો રજપૂતો હૈ; માર્યો મહા મત્ત મન, મારે અહંકાર મીર, મારે મદ મછર હૂ, ઐસો રન રૂતો હૈ; મારી આશા તૃષ્ણા પુનિ, પાપિની સાપિની દોઉ, સબકો સંહાર કરિ, નિજ પદ પહૂતો હૈ; સુંદર કહત ઐસો, સાધુ કોઉ શૂરવીર, વૈરિ સબ મારિકે, નિચિંત હોઈ સૂતો હૈ.
– શ્રી સુંદરદાસ શૂરાતન અંગ–૨૧–૧૧ (પૃ. ૪૯૩) I શ્રી સુંદરદાસના ગ્રંથો પ્રથમથી કરીને પ્રાંત સુધી વિશેષ અનુપ્રેક્ષાથી હાલ વિચારવા માટે તમને તથા શ્રી ડુંગરને વિનંતિ છે. (પૃ. ૪૯૩). શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુજનો આત્માર્થી ગણવા યોગ્ય છે, અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ સંભવે છે. અત્યંત સ્વસ્વરૂપસ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષગત થાય છે. (પૃ.૪૯૭) અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે; તથાપિ તેમ કરવા વિષે ઈશ્વરેચ્છા’ જાણી સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષુભાઇઓનો સમાગમ બને તેટલો કરવો, જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરકતપણું રાખવું, સત્પરુષનાં ચરિત્રો અને માર્ગાનુસારી (સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ) જીવોનાં વચનો અને જેનો ઉદેશ આત્માને મુખ્ય કહેવા વિષે છે, એવા (વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદઘનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેનાં પદ) ગ્રંથનો પરિચય રાખવો, અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્યરુષનો સમાગમ ગણવો.
(પૃ. ૩૭૩) | હરિભદ્રાચાર્ય
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।।
- શ્રી હરિભદ્રાચાર્ય (પૃ. ૧૮૯) હરિભદ્રાદિ આચાર્યોએ નવીન યોજનાની પેઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે, પણ લોકસમુદાયમાં જૈનમાર્ગ વધારે પ્રચાર પામ્યો દેખાતો નથી, અથવા તથારૂપ અતિશય સંપન્ન ધર્મપ્રવર્તકપુરુષનું તે
માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે. (પૃ.૫૨૧) | મણિભાઇ કહે છે (ષડ્રદર્શનસમુચ્ચયની પ્રસ્તાવનામાં) કે હરિભદ્રસૂરિને વેદાંતની ખબર ન હતી, વેદાંતની ખબર હોત તો એવી કુશાગ્રબુદ્ધિના હરિભદ્રસૂરિ જૈન તરફથી પોતાનું વલણ ફેરવી વેદાંતમાં ભળતા. ગાઢ મતાભિનિવેશથી મણિભાઈનું આ વચન નીકળ્યું છે. હરિભદ્રસૂરિને વેદાંતની ખબર હતી કે નહીં એ મણિભાઈએ હરિભદ્રસૂરિનો “ધર્મસંગ્રહણી' જોયો હોત તો ખબર પડત. હરિભદ્રસૂરિને વેદાંતાદિ બધાં દર્શનોની ખબર હતી. તે બધાં દર્શનોની પર્યાલોચનાપૂર્વક તેમણે જૈનદર્શનને પૂર્વાપર
અવિરોધ પ્રતીત કર્યું હતું. (પૃ. ૬૭%) | ‘પાતંજલયોગ'ના કર્તાને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું નહોતું, પણ હરિભદ્રસૂરિએ તેમને માર્ગાનુસારી ગણેલ
છે. (પૃ. ૭૬૯) D શ્રી હરિભદ્રાચાર્યે યોગવૃષ્ટિસમુચ્ચય' ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો છે. યોગબિંદુ નામે યોગનો બીજો ગ્રંથ પણ
તેમણે રચ્યો છે. (પૃ. ૬૧૪) ‘યોગદ્રષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્ય સંસ્કૃતમાં રચ્યો છે. શ્રી યશોવિજયજીએ ગુજરાતીમાં એની . ઢાળબદ્ધ સઝાય રચી છે. (પૃ. ૬૬૨) હરિભદ્રસૂરિએ તે દૃષ્ટિઓ (આઠ યોગદૃષ્ટિઓ) અધ્યાત્મપણે સંસ્કૃતમાં વર્ણવી છે; અને તે ઉપરથી