SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૧ શ્રીકૃષ્ણ | D તેને દુસમ કળિયુગને) વિષે વિતળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજાં જે કારણો તેને વિષે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જો કોઈ હોય તો તે આ કાળને વિષે બીજો શ્રી રામ’ છે. (પૃ. ૩૩૬) 1 તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના ચૌદ વર્ષનાં દુઃખનો એક દિવસ પણ નથી. પાંડવના તેર વર્ષનાં દુ:ખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી. (પૃ. ૩૭૪) વસુદેવ T વસુદેવે પૂર્વભવમાં સુરૂપ સંપન્ન થવાના નિયાણાપૂર્વક ઉગ્ર તપશ્રર્યા કરી. ભાવનારૂપ તપશ્રર્યા ફળી. સુરૂપ સંપન્ન દેહ પામ્યા. તે સુરૂપ ઘણા વિક્ષેપનું કારણ થયું. સ્ત્રીઓ વ્યામોહ પામી પાછળ ફરવા લાગી. નિયાણાનો દોષ વસુદેવને પ્રત્યક્ષ થયો. વિક્ષેપથી છૂટવા ભાગી જવું પડયું. (પૃ. ૬૬૮) વિદુર એ સત્પષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે ર વ્યાસજી I આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા; કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. (પૃ. ૩૦૧) | શીલાંગાચાર્ય T નિગ્રંથની ઘણી દશાઓ કહેતાં એક “આત્મવાદપ્રાપ્ત' એવો શબ્દ તે નિગ્રંથનો તીર્થકર કહેતા હતા. ટીકાકાર શીલાંગાચાર્ય તે “આત્મવાદપ્રાપ્ત' શબ્દનો અર્થ એમ કહેતા હતા કે “ઉપયોગ છે લક્ષણ જેનું, અસંખ્ય પ્રદેશી, સંકોચવિકાસનું ભાજન, પોતાનાં કરેલાં કર્મોનો ભોક્તા, વ્યવસ્થાએ કરી દ્રવ્યપર્યાયરૂપ, નિત્યાનિત્યાદિ અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર.” (પૃ. ૩૭૧) | શ્રીકૃષ્ણ 0 શ્રીકૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદયભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જૈનથી પણ જાણી શકાય છે, અને તે ખરૂં છે; તથાપિ તેમની ગતિ વિશે જે ભેદ બતાવ્યો છે તેનું જુદું કારણ છે. અને ભાગવતાદિકમાં તો જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા જ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઈ છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે. (પૃ. ૨૭૪). 1 શ્રી વલ્લભાચાર્ય કહે છે કે શ્રીકૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા, તે જાણીને ભક્તિ કરો. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે પણ ગૃહસ્થાશ્રમમાં યોગદશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. (પૃ. ૭૧૦) D સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકુળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે. તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ્ય આવે છે; પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે; અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે, કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે છે. (પૃ. ૩૭૧).
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy