________________
૭૧૭
મહાવીર સ્વામી
રૂપક કહ્યાં હોય એમ પણ લાગે છે. તથાપિ આપણે પણ તેનો ઉપદેશ તરીકે લાભ લેવો, અને બ્રહ્માદિના સ્વરૂપના સિદ્ધાંત કરવાની જંજાળમાં ન પડવું, એ મને ઠીક લાગે છે. (પૃ. ૪૩૧) મણિભાઇ નભુભાઇ
D શ્રી ‘ષટ્કર્શન સમુચ્ચય' ગ્રંથનું ભાષાંતર શ્રી મણિભાઇ નભુભાઇએ અભિપ્રાયાર્થે મોકલ્યું છે. અભિપ્રાયાર્થે મોકલનારની કંઇ અંતર ઇચ્છા એવી હોય છે કે તેથી રંજિત થઇ તેનાં વખાણ મોકલવાં. શ્રી મણિભાઇએ ભાષાંતર સારું કર્યું છે, પણ તે દોષરહિત નથી. (પૃ. ૬૬૧)
... મણિલાલ નભુભાઇએ ગીતા ૫ર વિવેચનરૂપ ટીકા કરતાં મિશ્રતા બહુ આણી દીધી છે, સેળભેળ ખીચડો કર્યો છે. (પૃ. ૬૭૦)
D મણિભાઇ કહે છે (ષદ્દર્શનસમુચ્ચયની પ્રસ્તાવનામાં) કે હરિભદ્રસૂરિને વેદાંતની ખબર ન હતી, વેદાંતની ખબર હોત તો એવી કુશાગ્રબુદ્ધિના હરિભદ્રસૂરિ જૈન તરફથી પોતાનું વલણ ફેરવી વેદાંતમાં ભળત. ગાઢમતાભિનિવેશથી મણિભાઇનું આ વચન નીકળ્યું છે. હરિભદ્રસૂરિને વેદાંતની ખબર હતી કે નહીં એ મણિભાઇએ હરિભદ્રસૂરિનો ‘ધર્મસંગ્રહણી' જોયો હોત તો ખબર પડત. હરિભદ્રસૂરિને વેદાંતાદિ બધાં દર્શનોની ખબર હતી. તે બધાં દર્શનોની પર્યાલોચનાપૂર્વક તેમણે જૈનદર્શનને પૂર્વાપર અવિરોધ પ્રતીત કર્યું હતું. (પૃ. ૬૭૦)
મહાવીરસ્વામી
તેઓને (મહાવીરસ્વામીને) જન્મથી મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. તે પુરુષના ગુણગ્રામ કરતાં અનંતી નિર્જરા છે. (પૃ. ૭૩૦)
મહાવીરસ્વામીના દીક્ષાના વરઘોડાની વાતનું સ્વરૂપ જો વિચારે તો વૈરાગ્ય થાય. એ વાત અદ્ભુત છે. તે ભગવાન અપ્રમાદી હતા. તેઓને ચારિત્ર વર્તતું હતું, પણ જ્યારે બાહ્યચારિત્ર લીધું ત્યારે મોક્ષે ગયા. (પૃ. ૭૧૯)
કરાળ કાળ ! આ અવસર્પિણી કાળમાં ચોવીશ તીર્થંકર થયા. તેમાં છેલ્લા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા ! સિદ્ધિ પામ્યા પણ એકલા ! પ્રથમ ઉપદેશ તેમનો પણ અફળ ગયો ! (પૃ. ૬૨૬)
D ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિપણું. રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું.
પૂર્વ તીર્થંકરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરી મૌનપણું ધારણ કરેલું; અને સાડાબાર વર્ષ લગભગ મૌનપણું ધારણ કરનાર ભગવાન વીરપ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીયકર્મનો સંબંધ કાઢી નાંખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું. (પૃ. ૬૭૬)
વર્ધમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્ત્તવ્યરૂપ નથી, એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે, એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભજ્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તો પ્રાયે થઇ શકે નહીં.
જે વર્ધમાનસ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિઃસ્પૃહ હતા, અને