________________
આત્મજ્ઞાન (ચાલુ)
४७ D આત્મજ્ઞાનની વાત સામાન્ય થઈ જાય એવી રીતે કરવી ઘટે નહીં. આત્મજ્ઞાનની વાત એકાંતે કહેવી.
(પૃ. ૭૧૪) I છ પર્યાપ્તિયુક્ત જે દેહ તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે. એવો દેહ તે એક માનવદેહ છે. આ સ્થળે પ્રશ્ન ઊઠશે કે માનવદેહ પામેલા અનેક આત્માઓ છે, તો તે સઘળા આત્મજ્ઞાન કાં પામતા નથી ? એના ઉત્તરમાં આપણે માની શકીશું કે જેઓ સંપૂર્ણ આત્મજ્ઞાનને પામ્યા છે તેઓના પવિત્ર વચનામૃતની તેઓને શ્રુતિ નહીં હોય. શ્રુતિ વિના સંસ્કાર નથી. જો સંસ્કાર નથી તો પછી શ્રદ્ધા ક્યાંથી હોય? અને
જ્યાં એ એકે નથી ત્યાં જ્ઞાનપ્રાપ્તિ શાની હોય ? (પૃ. ૧૧૫) સંબંધિત શિર્ષક : જ્ઞાન
આત્મત્વ
D આત્મત્વ પ્રાપ્ય પુરુષ-નિગ્રંથ આત્મા - જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે - ઉદય આપશે --
ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે. (પૃ. ૧૮૨-૩) T કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું; એ જ્ઞાનીઓનો ઉપદેશ છે, આ વચન મને પણ.
સમ્મત છે. પ્રત્યેક દર્શનમાં આત્માનો જ બોધ છે; અને મોક્ષ માટે સર્વનો પ્રયત્ન છે; તોપણ આટલું તો આપ (શ્રી મનસુખરામભાઈ) પણ માન્ય કરી શકશો કે જે માર્ગથી આત્મા આત્મત્વ - સમ્યજ્ઞાન - યથાર્થદ્રષ્ટિ - પામે તે માર્ગ પુરુષની આજ્ઞાનુસાર સમ્મત કરવો જોઇએ. અહીં કોઈ પણ દર્શન માટે બોલવાની ઉચિતતા નથી; છતાં આમ તો કહી શકાય કે જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે, તેનું બોધેલું દર્શન તે પૂર્વાપર હિતસ્વી છે. આત્મા જ્યાંથી યથાર્થદ્રષ્ટિ' કિંવા “વસુધર્મ” પામે ત્યાંથી સમ્યકજ્ઞાન સંપ્રાપ્ત થાય એ સર્વમાન્ય છે. આત્મત્વ પામવા માટે શું હેય, શું ઉપાદેય અને શું જોય છે તે વિષે પ્રસંગોપાત્ત સપુરુષની આજ્ઞાનુસાર આપની સમીપ કંઈ કંઈ મૂકતો રહીશ. શેય, હેય, અને ઉપાદેયરૂપે કોઇ પદાર્થ, એક પણ પરમાણુ નથી જાણ્યું તો ત્યાં આત્મા પણ જાણ્યો નથી. મહાવીરના બોધેલા “આચારાંગ” નામના એક સિદ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે “ના સે રલ્વે નાપા, ને તેવું નાCT સે પની' - એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યો. આ વચનામૃત એમ ઉપદેશે છે કે એક આત્મા, જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાણ્યાનું પ્રયત્ન થશે; અને સર્વ જાણ્યાનું પ્રયત્ન એક આત્મા જાણવા માટે છે; તોપણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તે આત્માને જાણતો નથી. આ બોધ યથાર્થ ઠરતો નથી. આત્મા શાથી, કેમ અને કેવા પ્રકારે બંધાયો છે આ જ્ઞાન જેને થયું નથી, તેને તે શાથી, કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી; અને ન થાય તો વચનામૃત પણ પ્રમાણભૂત છે. મહાવીરના બોધનો મુખ્ય પાયો ઉપરના વચનામૃતથી શરૂ થાય છે; અને એનું સ્વરૂપ એણે સર્વોત્તમ દર્શાવ્યું છે. અહીં એક આ પણ વિજ્ઞાપના આપને કરવી યોગ્ય છે કે, મહાવીર કે કોઈ પણ બીજા ઉપદેશકના પક્ષપાત માટે મારું કંઈ પણ કથન અથવા માનવું નથી; પણ આત્મત્વ પામવા માટે જેનો બોધ અનુકુળ છે તેને માટે પક્ષપાત (!), દ્રષ્ટિરાગ, પ્રશસ્ત રાગ, કે માન્યતા છે; અને તેને આધારે વર્તના છે.. (પૃ. ૧૮૯-૯૦)