SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ઠાણાંગસૂત્ર (ચાલુ) ૬૮૦ દર્શનોમાં-સંપ્રદાયોમાં-માર્ગ કંઇક (અન્વય) જોડાયેલો રહે છે, નહીં તો ઘણું કરીને જુદો જ (વ્યતિરિક્ત) રહે છે તે વાદી, દર્શન, સંપ્રદાય એ બધાં કોઇ રીતે પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે; પણ સમ્યજ્ઞાની વિનાના બીજા જીવોને તો બંધન પણ થાય છે. (પૃ. ૩૦૨) શ્રી ઠાણાંગસૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિભંગી કહી છે. ૧. જીવને મતિજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૨. જીવને શ્રુતજ્ઞાનાવ૨ણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૩. જીવને અવધિજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૪. જીવને મન:પર્યવજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ૫. જીવને કેવળજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એમ કહી દર્શનાદિના ભેદ જણાવી સત્તર વાર તે ને તે વાત જણાવી છે કે, તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. આવું આરંભપરિગ્રહનું બળ જણાવી ફરી અર્થપત્તિરૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું છે. ૧. જીવને મતિજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવર્તો. ૨. જીવને શ્રુતજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવર્તો. ૩. જીવને અવધિજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવર્તો.’ ૪. જીવને મન:પર્યવજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવર્તો. ૫. જીવને કેવળજ્ઞાન કયારે ઊપજે ? આરંભપરિગ્રહથી નિવર્ષે. એમ સત્તર પ્રકાર ફરીથી કહી આરંભપરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળજ્ઞાન છે ત્યાં સુધી લીધું છે; અને પ્રવૃત્તિનું ફળ કેવળજ્ઞાન સુધીનાં આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. (પૃ. ૪૦૮) D તેમણે (શ્રી સૌભાગ્યભાઇએ) શ્રી ઠાણાંગસૂત્રની એક ચોભંગીનો ઉત્તર વિશેષ સમજવા માગ્યો હતો તે સંક્ષેપમાં અત્રે લખ્યો છે ઃ (૧) એક, આત્માનો ભવાંત કરે, પણ પરનો ન કરે. તે પ્રત્યેકબુદ્ધ કે અશોચ્યા કેવળી. કેમકે તેઓ ઉપદેશમાર્ગ પ્રવર્તાવતા નથી, એવો વ્યવહાર છે. (૨) એક, આત્માનો ભવાંત ન કરી શકે, અને પરનો ભવાંત કરે તે અચરમશરીર આચાર્ય, એટલે જેને હજુ અમુક ભવ બાકી છે, પણ ઉપદેશમાર્ગના આત્માએ કરી જાણ છે, તેથી તેનાથી ઉપદેશ સાંભળી સાંભળનાર જીવ તે ભવે ભવનો અંત પણ કરી શકેઃ અને આચાર્ય તે ભવે ભવાંત કરનાર નહીં હોવાથી તેમને બીજા ભંગમાં ગવેષ્યા છે; અથવા કોઇ જીવ પૂર્વકાળે જ્ઞાનારાધન કરી પ્રારબ્ધોદયે મંદ ક્ષયોપશમથી વર્તમાનમાં મનુષ્યદેહ પામી જેણે માર્ગ નથી જાણયો એવા કોઇ ઉપદેશક પાસેથી ઉપદેશ સાંભળતાં પૂર્વસંસ્કારથી, પૂર્વના આરાધનથી એવો વિચાર પામે કે, આ પ્રરૂપણા જરૂર મોક્ષનો હેતુ ન હોય, કેમકે
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy