SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ 0 ઉત્તરાધ્યયન સૂત્ર ૬૭૭ ‘જિન સ્વરૂપ થઇ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે.’ આનંદઘનજી અને બીજા બધા જ્ઞાનીપુરુષો એમ જ કહે છે, અને જિન વળી બીજો પ્રકાર કહે છે કે, અનંત વાર જિનસંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં; જિનમાર્ગને વિષે ઓળખાતાં એવાં સ્ત્રીપુરુષો એમ કહે છે કે અમે જિનને આરાધીએ છીએ, અને તે આરાધવા જાય છે, અથવા આરાધન કરવાને વિષે ઉપાય લે છે, તેમ છતાં જિનવર થયેલાં એવાં તે દેખાતાં નથી; ત્રણે કાળને વિષે અખંડ એવો એ સિદ્ધાંત તો અત્ર ખંડપણાને પામે છે, ત્યારે હવે એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી ? (પૃ. ૩૪૧) ઉત્તરાધ્યયનસૂત્ર મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી ૫૨મ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્યું છે. (પૃ. ૬૦૭) D ‘ઉત્તરાધ્યયન’માં ધર્મનાં મુખ્ય ચાર અંગ કહ્યાં છે :- (૧) મનુષ્યપણું. (૨) સત્પુરુષના વચનનું શ્રવણ. (૩) તેની પ્રતીતિ. (૪) ધર્મમાં પ્રવર્તવું. આ ચાર વસ્તુ દુર્લભ છે. (પૃ. ૭૫૬) ‘આચારાંગસૂત્ર’માં કહ્યું છે કે :- (સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે, કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે.) ગુરુને આધીન થઇ વર્તતા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. ‘ઉત્તરાધ્યયન’, ‘સૂયગડાંગ' આદિમાં ઠામ ઠામ એ જ કહ્યું છે. (પૃ. ૫૩૨) ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હે ગૌતમ ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યાયુ જતાં વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. ‘સમયં ોયમ મા વમા’ - એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો અને બીજો એ કે મેષાનુમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમાં ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઊભો છે. લીધો કે લેશે એમ જંજાળ થઇ રહી છે; ત્યાં પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે. (પૃ. ૯૪) D “વંજ નાય દિમા’' એવું ઉત્તરાધ્યયનસૂત્રમાં વચન છે; એનો ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થંકર (મહાવીરસ્વામી)ના શિષ્યો વાંકા ને જડ થશે; અને તેમની સત્યતા વિષે કોઇને બોલવું રહે તેમ નથી. (પૃ. ૯૬-૭) D ઉત્તરાધ્યયન સિદ્ધાંતમાં સર્વ પ્રદેશે કર્મ વળગણા બતાવી એનો હેતુ એવો સમજાયો છે કે એ કહેવું ઉપદેશાર્થે છે. સર્વ પ્રદેશે કહેવાથી શાસ્ત્રકર્તા આઠ રુચકપ્રદેશ કર્મ રહિત નથી એવો નિષેધ કરે છે, એમ સમજાતું નથી. અસંખ્યાત પ્રદેશી આત્મામાં જ્યારે માત્ર આઠ જ પ્રદેશ કર્મ રહિત છે, ત્યારે અસંખ્યાત પ્રદેશ પાસે તે કઇ ગણતીમાં છે ? અસંખ્યાત આગળ તેનું એટલું લઘુત્વ છે કે શાસ્ત્રકારે ઉપદેશની અધિક્તા માટે એ વાત અંતઃકરણમાં રાખી બહારથી આ પ્રમાણે ઉપદેશ કર્યો; અને એવી જ શૈલી નિરંતર શાસ્ત્રકારની છે. (પૃ. ૨૨૬) જ્ઞાન એ દોરો પરોવેલ સોય જેવું છે, એમ ‘ઉત્તરાધ્યયનસૂત્ર’માં કહેલું છે. દોરો પરોવેલ સોય
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy