________________
૬૬૧
સ્વરૂપવૃષ્ટિ | સમકિત પામ્યા છે એમ કહ્યું છે. એટલે તે સ્વયંબુદ્ધપણું કહ્યું છે તે વર્તમાન દેહની અપેક્ષાએ કહ્યું છે, અને તે સદ્ગુરુપદના નિષેધને અર્થે કહ્યું નથી. અને જો સદ્ગુરુપદનો નિષેધ કરે તો તે “સદુદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મની પ્રતીતિ વિના સમકિત કહ્યું નથી', તે કહેવા માત્ર જ થયું. (પૃ. ૫૩૦-૧)
D તે શ્રીમાન પુરુષોત્તમ, સચિત-આનંદરૂપે સર્વત્ર ભરપૂર છે. મૂર્તિમાન ! (ગુરુગમ) સ્વરૂપ
અક્ષરધામમાં બિરાજે છે. અમે તે મૂર્તિમાન સ્વરૂપને શું વર્ણવીએ? એ સ્વરૂપ વિચારતાં, સંભારતાં અમને તો પરમ સમાધિ આવે છે. અહો તે સ્વરૂપ ! અહો તે સ્વરૂપ ! અહો અમારું મહાભાગ્ય કે આ જન્મને વિષે અમને તેની ભક્તિની દૃઢ રુચિ થઇ ! (પૃ. ૨૩૭). T સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ
છે. (પૃ. ૩૧.૧) D તમને (શ્રી પ્રભુશ્રીજીને) અથવા કોઇ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે; અને તે
જાણવાનાં સાધન શમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. (પૃ. ૪૧૪) જેમ જેમ નિજસ્વરૂપનો અનુભવ થાય છે, તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય તે તેના અનુભવમાં આવતું જાય છે. (પૃ. ૭૪૭) જે મતભેદે આ જીવ પ્રાયો છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. (પૃ. ૮૧૮) અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઈ ગયો છે. દીર્ધકાળ સુધી સત્સંગમાં રહી બોધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણતા ટળે છે; અર્થાત અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે; તથાપિ સત્સંગનું દીર્ધકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો. જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે
આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે ! (પૃ. ૩૧૩). D હે જીવ ! સ્થિર દ્રષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ
પ્રસિદ્ધ અનુભવાશે. હે જીવ ! અસમ્યક્દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ અને ભય છે. સમ્યક્દર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે.
(પૃ. ૮૧૯) |સંબંધિત શિર્ષકો : આત્મસ્વરૂપ, જીવનું સ્વરૂપ, જ્ઞાનીનું સ્વરૂપ, વસ્તુસ્વરૂપ
સ્વરૂપવૃષ્ટિ D “નાકે રૂપ નિહાળતા એ ચરણનો અર્થ વીતરાગમુદ્રાસૂચક છે. રૂપાવલોકનદૃષ્ટિથી સ્થિરતા પ્રાપ્ત થયે
સ્વરૂપાવલોકનદૃષ્ટિમાં પણ સુગમતા પ્રાપ્ત થાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી