________________
૬૫૩
સ્ત્રી | - સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવને રુચ્યો હોય તેનું જ્ઞાન તે
પરમાર્થ-વ્યવહારસ્વરૂપ છે. (૪) તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માગનુસારી જેવી ઉપદેશવાત કરે, તે શ્રદ્ધાય, તે
વ્યવહાર-વ્યવહારસ્વરૂપ છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર થાય છે. પરમાર્થ પરમાર્થસ્વરૂપ એ નિકટ મોક્ષનો ઉપાય છે. પરમાર્થ-વ્યવહારસ્વરૂપ એ અનંતર પરંપરસંબંધે મોક્ષનો ઉપાય છે. વ્યવહાર-પરમાર્થસ્વરૂપ તે ઘણા કાળે કોઇ પ્રકારે પણ મોક્ષનાં સાધનના કારણભૂત થવાનો ઉપાય છે. વ્યવહાર-વ્યવહારસ્વરૂપનું ફળ આત્મપ્રત્યયી નથી સંભવતું. (પૃ. ૩૮૫-૬). મુખરસ અને તેનું ઉત્પત્તિક્ષેત્ર એ કોઈ અપૂર્વ કારણરૂપ છે એમ તમે નિશ્રયપણે નિર્ધારજો. જ્ઞાની પુરુષનો તે પછીનો જે માર્ગ તે ન દુભાય એવો તમને (શ્રી સોભાગભાઇને) પ્રસંગ થયો છે, તેથી તેવો નિશ્રય રાખવા જણાવ્યું છે. (પૃ. ૩૮૬). I શ્વાસોચ્છવાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે. તેનો સુગમ ઉપાય મુખરસ એકતાર
કરવાથી થાય છે, માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે; પણ તે સુધારસ-સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી, એટલે કલ્યાણરૂપ થતી નથી. (પૃ. ૩૮૬). આત્મા છે તે ચંદનવૃક્ષ છે. તેની સમીપે જે જે વસ્તુઓ વિશેષપણે રહી હોય તે તે વસ્તુ તેની સુગંધનો (!) વિશેષ બોધ કરે છે. જે વૃક્ષ ચંદનથી વિશેષ સમીપ હોય તે વૃક્ષમાં ચંદનની ગંધ વિશેષપણે ફુરે છે. જેમ જેમ આધેનાં વૃક્ષ હોય તેમ તેમ સુગંધ મંદ પરિણામને ભજે છે; અને અમુક મર્યાદા પછી અસુગંધરૂપ વૃક્ષોનું વન આવે છે; અર્થાત્ ચંદન પછી તે સુગંધપરિણામ કરતું નથી. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે, ત્યાં સુધી તેને ચંદનવૃક્ષ કહીએ છીએ અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે. તેમાં તેની છાયા(!)રૂપ સુગંધ વિશેષ પડે છે; જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. પવન કરતાં પણ સુધારસ છે તેમાં, આત્મા વિશેષ સમીપપણે વર્તે છે, માટે તે આત્માની વિશેષ છાયા-સુગંધ(!)નો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. આ પણ વિશેષપણે સમજવા યોગ્ય છે.
(પૃ. ૩૮૬) | સુલભબોધિ | D સુભાગ્ય એટલે સુલભબોધિ. (પૃ. ૫૩૫) 1 જ્ઞાની પુરુષને સકામપણે ભજતાં આત્માને પ્રતિબંધ થાય છે, અને ઘણી વાર પરમાર્થદૃષ્ટિ મટી
સંસારાર્થવૃષ્ટિ થઈ જાય છે. જ્ઞાની પ્રત્યે એવી દ્રષ્ટિ થયે ફરી સુલભબોધિપણું પામવું કઠણ પડે છે.
(પૃ. ૪૪૪) D સંબંધિત શિર્ષક : બોધ
T સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્રષ્ટિથી કલ્પાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે
સંયોગસુખ ભોગવવાનું ચિહ્ન તે વિવેકથી વૃષ્ટિગોચર કરતાં વમન કરવાને યોગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી. જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે, તે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે, અને તેની તે