SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૧ સામાયિક ચિત્તમાં એ વાતનો પશ્રાતાપ એટલો તો કરવો ઘટે છે કે આમ પણ કરવું ઘટતું નહોતું. હવે પછીમાં દેવકરણજી સાધુ જેવાની સમક્ષતાથી શ્રાવક ત્યાંથી અમુક લખનાર હોય અને પત્ર લખાવે તો અડચણ નહીં એટલી વ્યવસ્થા તે સંપ્રદાયમાં ચાલ્યા કરે છે, તેથી ઘણું કરી લોકો વિરોધ કરશે નહીં, અને તેમાં પણ વિરોધ જેવું લાગતું હોય તો હાલ તે વાત માટે પણ ધીરજ ગ્રહણ કરવી હિતકારી છે. લોકસમુદાયમાં ક્લેશ ઉત્પન્ન ન થાય, એ લક્ષ ચૂકવા યોગ્ય હાલ નથી, કારણ કે તેનું કોઇ બળવાન પ્રયોજન નથી. (પૃ. ૪૦૪-૫). || સંબંધિત શિર્ષક : મુનિ, સંત, સામાયિક g આવશ્યકના છ પ્રકાર :- સમાયિક, ચોવીસથ્થો, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન. (પૃ. ૭૦૩) 1 આત્મશક્તિનો પ્રકાશ કરનાર, સમ્યકજ્ઞાનદર્શનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થબુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાવ્રત છે. (પૃ. ૮૪) 0 સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ+આ+ઇક એ શબ્દોથી થાય છે; 'સમ' એટલે રાગદ્વેષરહિત મધ્યસ્થ પરિણામ, “આય” એટલે તે સમભાવનાથી ઉત્પન્ન થતો જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગનો લાભ, અને “ઈક” કહેતાં ભાવ એમ અર્થ થાય છે. એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક. (પૃ. ૮૪-૫). T સામાયિક એટલે સાવઘયોગની નિવૃત્તિ. (પૃ. ૭૦૩) T સામાયિક = સંયમ. (પૃ. ૭૭૧) T સામાયિક સમતાને કહેવાય. (પૃ. ૭૨૯) T સમતાની વિચારણા અર્થે બે ઘડીનું સામાયિક કરવું કહ્યું છે. સામાયિકમાં મનના મનોરથ અવળાસવળા ચિતવે તો કાંઈ પણ ફળ થાય નહીં. સામાયિક મનના ઘોડા દોડતા અટકાવવા સારૂ પ્રરૂપેલ છે. (પૃ. ૭૦૩) 2 સામાયિક કાયાનો યોગ રોકે; આત્માને નિર્મળ કરવા માટે કાયાનો યોગ રોકવો. રોકવાથી પરિણામે કલ્યાણ થાય. કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરો. જ્ઞાનીપુરુષનાં વચનો સાંભળી સાંભળીને ગાંઠે બાંધો તો આત્માની સામાયિક થશે. આ કાળમાં આત્માની સામાયિક થાય છે. (પૃ. ૭૦૯) T સામાયિકશાસ્ત્રકારે વિચાર કર્યો કે કાયાને સ્થિર રાખવાની હશે, તો પછી વિચાર કરશે; બંધ નહીં બાંધ્યો હોય તો બીજા કામે વળગશે એમ જાણી તેવા પ્રકારનો બંધ બાંધ્યો. જેવાં મનપરિણામ રહે તેવું સામાયિક થાય. મનના ઘોડા દોડતા હોય તો કર્મબંધ થાય. મનના ઘોડા દોડતા હોય, અને સામાયિક કર્યું હોય તો તેનું ફળ તે કેવું થાય? (પૃ. ૭૦૨). 1 આર્ત અને રૌદ્ર એ બે પ્રકારનાં ધ્યાનનો ત્યાગ કરીને, મન, વચન, કાયાના પાપભાવને રોકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે. મનના પુદ્ગલ “દોરંગી' (તરંગી) છે. સામાયિકમાં જ્યારે વિશુદ્ધ પરિણામથી રહેવું કહ્યું છે ત્યારે પણ
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy