________________
સાધુ (ચાલુ)
૬૩૮
છે તે હજુ સુધી ધ્યાનમાં આવતી નથી. જીવનો ક્લેશ ભાંગશે તો ભૂલ મટશે. જે દિવસે ભૂલ ભાંગશે તે જ દિવસથી સાધુપણું કહેવાશે. તેમ જ શ્રાવકપણા માટે સમજવું. (પૃ. ૭૦૦)
જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી; અજીવ એટલે જે જડનું સ્વરૂપ જાણતો નથી, કે તે બન્નેનાં તત્ત્વને જાણતો નથી તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે ?
જે ચૈતન્યનું સ્વરૂપ જાણે; જે જડનું સ્વરૂપ જાણે; તેમ જ તે બન્નેનું સ્વરૂપ જાણે; તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે. (પૃ. ૧૮૫)
D કેટલાક હળુકર્મી સંસારી જીવોને છોકરા ઉપર મોહ કરતાં જેટલો અરેરાટ આવે છે તેટલો પણ હાલના કેટલાક સાધુઓને શિષ્યો ઉપર મોહ કરતાં આવતો નથી ! (પૃ. ૭૨૬)
હાલમાં જૈનના જેટલા સાધુ ફરે છે તેટલા બધાય સકિતી સમજવા નહીં. તેને દાન દેવામાં હાનિ નથી; પણ તેઓ આપણું કલ્યાણ કરી શકે નહીં. વેશ કલ્યાણ કરતો નથી.
જે સાધુ એકલી બાહ્યક્રિયાઓ કર્યા કરે છે તેમાં જ્ઞાન નથી. (પૃ. ૭૨૭)
જે સાધુના સંગથી અંતર્ગુણ પ્રગટે તેનો સંગ કરવો. (પૃ. ૭૨૭)
જ્ઞાની ભગવાને કહ્યું છે કે સાધુઓએ અચેત અને નીરસ આહાર લેવો. આ કહેવું તો કેટલાક સાધુઓ ભૂલી ગયા છે. દૂધ આદિ સચેત ભારે ભારે વિગય પદાર્થો લઇ જ્ઞાનીની આજ્ઞા પર પગ દઇ ચાલે તે કલ્યાણનો રસ્તો નહીં. (પૃ. ૭૩૩)
પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ તેવું પાણી પીવાથી પાપ નથી એમ કહ્યું નથી. વળી તેને બદલે ગૃહસ્થાદિને બીજી વસ્તુથી ચાલી શકતું નથી તેથી અંગીકાર કરાય છે; પણ સાધુને તો તે પણ લેવાની આજ્ઞા પ્રાયે આપી નથી. (પૃ. ૫૧૫)
D સાધુએ લઘુશંકા પણ ગુરુને કહીને કરવી એવી જ્ઞાનીપુરુષોની આજ્ઞા છે. (પૃ. Ś૯૬)
– ઘણું કરીને જિનાગમમાં સર્વવિરતિ એવા સાધુને પત્રસમાચારાદિ લખવાની આજ્ઞા નથી, અને જો તેમ સર્વવિરતિ ભૂમિકામાં રહી કરવા ઇચ્છે, તો તે અતિચારયોગ્ય ગણાય. આ પ્રમાણે સાધારણપણે શાસ્ત્રઉદ્દેશ છે, અને તે ધોરીમાર્ગે તો યથાયોગ્ય લાગે છે; તથાપિ જિનાગમની રચના પૂર્વાપર અવિરોધ જણાય છે; અને તેવો અવિરોધ રહેવા પત્રસમાચારાદિ લખવાની આજ્ઞા કોઇ પ્રકારથી જિનાગમમાં છે, તે તમારા (શ્રી પ્રભુશ્રીજીના) ચિત્તનું સમાધાન થવા માટે સંક્ષેપે અત્રે લખું છું.
જિનની જે જે આજ્ઞા છે તે તે આજ્ઞા, સર્વ પ્રાણી અર્થાત્ આત્માના કલ્યાણને અર્થે જેની કંઇ ઇચ્છા છે તે સર્વેને, તે કલ્યાણનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વર્ધમાનપણું થાય, તથા તે કલ્યાણ જેમ રક્ષાય તેમ તે આજ્ઞાઓ કરી છે. એક આજ્ઞા એવી જિનાગમમાં કહી હોય કે તે આજ્ઞા અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સંયોગે ન પળી શકતાં આત્માને બાધકારી થતી હોય, તો ત્યાં તે આજ્ઞા ગૌણ કરી—નિષેધીને બીજી આજ્ઞા શ્રી તીર્થંકરે કહી છે. (પૃ. ૪૦૦-૧)
D પત્ર લખવાનું કે સમાચારાદિ કહેવાનું જે નિષિદ્ધ કર્યું છે, તે પણ એ જ હેતુએ (જેમ જીવનું, સંયમનું રક્ષણ થાય તેમ) છે. લોકસમાગમ વધે, પ્રીતિ-અપ્રીતિનાં કારણો વધે, સ્ત્રીઆદિના પરિચયમાં આવવાનો હેતુ થાય, સંયમ ઢીલો થાય, તે તે પ્રકારનો પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય, એવાં સાન્નિપાતિક અનંત કારણો દેખી પત્રાદિનો નિષેધ કર્યો છે, તથાપિ તે પણ અપવાદસહિત છે.