________________
૩૧
સંસાર (ચાલુ) | પછી આત્મસાધનથી કંઈ સૂઝ પડે છે. (પૃ. ૩૭૧) T સંસારના સુખો અનંતીવાર આત્માએ ભોગવ્યાં છતાં તેમાંથી હજુ પણ મોહિની ટળી નહીં, અને તેને
અમૃત જેવો ગણ્યો એ અવિવેક છે; કારણ સંસાર કડવો છે; કડવા વિપાકને આપે છે; તેમ જ વૈરાગ્ય જે
એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડવો ગણ્યો; આ પણ અવિવેક છે. (પૃ. ૯૫) T સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્રયમાં ત્રણે કાળને વિષે શંકા થવા યોગ્ય નથી. (પૃ. ૪૯૦)
નીતિ વિના સંસાર ભોગવું નહીં. (પૃ. ૧૪૭) 3 આ સંસારને શું કરવો? અનંત વાર થયેલી માને આજે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ. (પૃ. ૧૫૬) T સંસારમાં સુખ શું છે, કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઇચ્છા કરે છે? (પૃ. ૩૫૮) T સદા ધ્યાનમાં રાખવા યોગ્ય શું? સંસારની અસારતા. (પૃ. ૧૫) D સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સત્પરુષનો જ અનુગ્રહ
છે. (પૃ. ૨૬૯) D પ્રદેશ પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમયપાત્ર પણ અવકાશ લેવાની
જ્ઞાની પુરુષોએ હા કહી નથી; કેવળ તે વિષે નકાર કહ્યો છે. (પૃ. ૩૭૦) D ઇન્દ્રિયોના ભોગસહિત મુક્તપણું નથી. ઇન્દ્રિયોના ભોગ છે ત્યાં સંસાર છે; ને સંસાર છે ત્યાં મુકતપણું
નથી. (. ૭૬૫) તે સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. (પૃ. ૨૦૧, ૨૩૧) D જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન
આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી
રીતે નહીં. (પૃ. ૩૦૭) | આ સંસારમાં કોઈ કોઈનું નથી. (પૃ. ૩૫, ૭૨) D સંસારને વિષે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. (પૃ. ૩૬૨) 1 આ સંસારને વિષે કોઈ પ્રકાર રુચિયોગ્ય જણાતો નથી; પ્રત્યક્ષ રસરહિત એવું રવરૂપ દેખાય છે, તેને
વિષે જરૂર સદ્વિચારવાન જીવને અલ્પ પણ રુચિ થાય નહીં. (પૃ. ૪૦૯). [ સંસારને ચાર ઉપમા : ૧. સંસારને મહા તત્ત્વજ્ઞાનીઓ એક સમુદ્રની ઉપમા પણ આપે છે. સંસારરૂપી સમુદ્ર અનંત અને
અપાર છે, અહો ! લોકો ! એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો ! ઉપયોગ કરો ! આમ એમનાં સ્થળે સ્થળે વચનો છે. સંસારને સમુદ્રની ઉપમા છાજતી પણ છે. સમુદ્રમાં જેમ મોજાંની છોળો ઊછળ્યા કરે છે. તેમ સંસારમાં વિષયરૂપી અનેક મોજાંઓ ઊછળે છે. સમદ્રના જળનો ઉપરથી જેમ સપાટ દેખાય છે, તેમ સંસાર પણ સરળ દેખાવ દે છે. સમુદ્ર જેમ ક્યાંક બહુ ઊંડો છે, અને ક્યાંક ભમરીઓ ખવરાવે છે, તેમ સંસાર કામવિષયપ્રપંચાદિકમાં બહુ ઊંડો છે, તે મોહરૂપી ભમરીઓ ખવરાવે છે. થોડું જળ છતાં સમુદ્રમાં જેમ ઊભા રહેવાથી કાદવમાં ખેંચી