________________
૬૨૯
સંવર
1 સપુરુષોના અગાધ ગંભીર સંયમને નમસ્કાર. અવિષમ પરિણામથી જેમણે કાળકૂટ વિષ પીધું એવા
શ્રી ઋષભાદિ પરમ પુરુષોને નમસ્કાર. પરિણામમાં તો જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મુઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર. (પૃ. ૬૧૩) 0 પરમ પુરુષને અભિમત એવા અત્યંતર અને બાહ્ય બન્ને સંયમને ઉલ્લાસિત ભક્તિએ નમસ્કાર. ' (. ૬૫૧). સંયોગ T સર્વ દુઃખનું મૂળ સંયોગ (સંબંધ) છે એમ જ્ઞાનવંત એવા તીર્થકરોએ કહ્યું છે. સમસ્ત જ્ઞાનીપુરુષોએ
એમ દીઠું છે. જે સંયોગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છે : “અંતસંબંધીય', અને “બાહ્ય સંબંધીય'. અંતરુસંયોગનો વિચાર થવાને આત્માને બાહ્યસંયોગનો અપરિચય કર્તવ્ય છે, જે અપરિચયની
સપરમાર્થ ઇચ્છા જ્ઞાની પુરુષોએ પણ કરી છે. (પૃ. ૪૮૯) 1 શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કરી છે; અને તે સંયોગનો
વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી; એવો નિશ્રળ માર્ગ કહ્યો છે. (પૃ. ૪૬૦) T માત્ર અન્નવસ્ત્ર હોય તોપણ ઘણું છે. પણ વ્યવહાર પ્રતિબદ્ધ માણસને કેટલાક સંયોગોને લીધે થોડું ઘણું
જઇએ છે, માટે આ પ્રયત્ન કરવું પડયું છે. તો ધર્મદ્વિર્તિપૂર્વક તે સંયોગ જ્યાં સુધી ઉદયમાન હોય ત્યાં
સુધી બની આવે એટલે ઘણું છે. (પૃ. ૬ ૨૮) સંખના D જ્ઞાનીએ એમ કહ્યું છે કે આહાર લેતાંય દુઃખ થતું હોય અને છોડતાંય દુઃખ થતું હોય ત્યાં સંલેખના
કરવી. તેમાં પણ અપવાદ હોય છે. જ્ઞાનીએ કોઇ આત્મઘાત કરવાની ભલામણ કરી નથી. (પૃ. ૭૭૮) | સંબંધિત શિર્ષકો : મૃત્યુ, સમાધિમરણ
સંવર
|આઝવદ્વાર અને પાપપ્રનાલને સર્વ પ્રકારે રોકવા (આવતા કર્મસમૂહને અટકાવવા) તે સંવરભાવ.
(પૃ. ૨૪) 0 યોગનું ચલાયમાનપણું તે ‘આસ્રવ', અને તેથી ઊલટું તે સંવર’. (પૃ. ૭૭૨) n જે જે વૃત્તિમાં સ્કુરે અને ઇચ્છા કરે તે “આસ્ત્રવ છે. તે તે વૃત્તિનો વિરોધ કરે તે “સંવર' છે.
(પૃ. ૬૯૬-૭) D જે સંયમીને જ્યારે યોગમાં પુણ્ય પાપની પ્રવૃત્તિ નથી ત્યારે તેને શુભાશુભકર્મકર્તુત્વનો ‘સંવર' છે,
નિરોધ છે. (પૃ. ૧૯૪) 3 આમ્રવને રોકી શકે એવો ચૈતન્યસ્વભાવ તે “ભાવસંવર' અને તેથી દ્રવ્યાન્નવને રોકે તે દ્રવ્યસંવર'
બીજો છે. વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા અને પરિષહજય તથા ચારિત્રના ઘણા પ્રકાર તે ‘ભાવસંવર’ના વિશેષ જાણવા. (પૃ. ૫૮૪) 1 શ્રી આચારાંગ સૂત્ર મધ્યે કહ્યું છે કે “આગ્નવા તે પરિશ્રવા,” ને જે પરિશ્રવા તે આગ્નવા. આસ્રવ છે તે