________________
૬૨૭
સંયમ
જેની પાસેથી ધર્મ માગવો તે પુરુષ ધર્મ પામ્યા વિષેની પૂર્ણ ચોકસી કરવી, આ સંતની સમજવા જેવી
વાત છે. (પૃ. ૨૫૪). [ સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. (પૃ. ૨૨૨)
ભવસ્થિતિની પરિપકવતા થયા વિના, દીનબંધુની કૃપા વિના, સંતના ચરણ સેવ્યા વિના ત્રણે કાળમાં માર્ગ મળવો દુર્લભ છે. (પૃ. ૨૫૨) D જીવને જ્યાં સુધી સંતનો જોગ ન થાય ત્યાં સુધી મતમતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. (પૃ. ૩૦૦) D સંતજનોએ પોતાનો ક્રમ મૂક્યો નથી. મૂક્યો છે તે પરમ અસમાધિને પામ્યા છે.
સંતપણું અતિ અતિ દુર્લભ છે. આવ્યા પછી સંત મળવા દુર્લભ છે. સંતપણાની જિજ્ઞાસાવાળા અનેક
છે. પરંતુ સંતપણે દુર્લભ તે દુર્લભ જ છે ! (પૃ. ૭૯૭) D શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદ્ગુરુ અને સંત એ વિષે અમને ભેદબુદ્ધિ છે જ નહીં. ત્રણે એકરૂપ જ છે.
(પૃ. ૨૩૭) I વિરહ પણ સુખદાયક માનવો. અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે.
તેમ જ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. (પૃ. ૨૮૪). D સંબંધિત શિર્ષકો નિગ્રંથ, મુનિ, સાધુ
[સંતોષ
જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતોષમાં રહેવું એવો હે રામ ! સત્પરુષોનો કહેલો સનાતન ધર્મ
છે, એમ વસિષ્ઠ કહેતા હતા. (પૃ. ૩૩૯) 'D સંતોષ કરી ધર્મધ્યાન કરવું; છોકરા હૈયાં વગેરે અન્યની ન જોઇતી ચિંતા કરવી નહીં. એક સ્થાનકે
બેસી, વિચારી, સત્પરુષના સંગે, જ્ઞાનીનાં વચન સાંભળી, વિચારીને ધન આદિની મર્યાદા કરવી. (પૃ. ૭૨૮) તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી; સંતોષવાળો જીવ સદા સુખી. (પૃ. ૭૨૬).
સંતોષની પ્રયાચના કરું. (પૃ. ૧૪૧) D રાગાદિ દોષોનો ક્ષય થવાથી તેનાં સહાયકારી કારણોનો ક્ષય થાય છે. જયાં સુધી ક્ષય સંપૂર્ણપણે થતો
નથી, ત્યાં સુધી મુમુક્ષુ જીવ સંતોષ માની બેસતા નથી. (પૃ. ૭૬૮) | સંયમ
મતિની નિર્મલતા થવી એ સંયમ વિના થઈ શકે નહીં; વૃત્તિને રોકવાથી સંયમ થાય છે, અને તે સંયમથી મતિની શુદ્ધતા થઈ શુદ્ધ પર્યાયનું જે જાણવું અનુમાન વિના તે મન:પર્યવજ્ઞાન છે. (પૃ. ૭૪૨) D કામ, માન અને ઉતાવળ એ ત્રણનો વિશેષ સંયમ કરવો ઘટે છે. (પૃ. ૮૦૫) T કોઈ પુરુષ પોતે વિશેષ સદાચારમાં તથા સંયમમાં પ્રવર્તે છે તેના સમાગમમાં આવવા ઇચ્છતા જીવોને
તે પદ્ધતિના અવલોકનથી જેવો સદાચાર તથા સંયમનો લાભ થાય છેતેવો લાભ વિસ્તારવાળા