SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞ (ચાલુ) ૬૨૨ તેને પણ વર્તતા દેખે તો તે પણ વર્તમાનકાળ જ કહેવાય. સર્વજ્ઞ ભૂતકાળને વર્તી ચૂકયાપણે અને ભાવિકાળને હવે પછી આમ વર્તશે એમ દેખે છે. ભૂતકાળ દ્રવ્યને વિષે સમાઇ ગયો છે, અને ભાવિકાળ સત્તાપણે રહ્યો છે, બેમાંથી એક્કે વર્તવાપણે નથી, માત્ર એક સમયરૂપ એવો વર્તમાનકાળ જ વર્તે છે; માટે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાસ્યમાન થાય છે. એક ઘડો હમણાં જોયો હોય, તે ત્યાર પછીને બીજે સમયે નાશ પામી ગયો ત્યારે ઘડાપણે વિદ્યમાન નથી; પણ જોનારને તે ઘડો જેવો હતો તેવો જ્ઞાનમાં ભાસ્યમાન થાય છે; તેમ જ હમણાં એક માટીનો પિંડ પડયો છે તેમાંથી થોડો વખત ગયે એક ઘડો નીપજશે એમ પણ જ્ઞાનમાં ભાસી શકે છે; તથાપિ માટીનો પિંડ વર્તમાનમાં કંઇ ઘડાપણે વર્તતો હોતો નથી, એ જ રીતે એક સમયમાં સર્વજ્ઞને ત્રિકાળજ્ઞાન છતાં પણ વર્તમાન સમય તો એક જ છે. (પૃ. ૫૦૮) કોઇ પ્રગટ કારણને અવલબી, વિચારી, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યદૃષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે; અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઇ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઇ કારણે, વિચારે, અવલંબને સમ્યદૃષ્ટિસ્વરૂપપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યયી ફળ નથી, પરમાર્થથી તેની સેવા-અસેવાથી જીવને કંઇ જાતિ()-ભેદ થતો નથી. માટે કંઇ સફળ કારણરૂપે જ્ઞાનીપુરુષે સ્વીકારી નથી, એમ જણાય છે. (પૃ. ૪૦૬) સર્વસંગપરિત્યાગ I ‘સર્વસંગ’ શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. (પૃ. ૩૧૯) સર્વસંગ મહાસ્રવસ્વરૂપ શ્રી તીર્થંકરે કહ્યો છે, તે સત્ય છે. (પૃ. ૮૦૩) દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે. દુઃખ લાગશે જ, અને દુઃખનાં કારણો પણ તને દૃષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તો મારા ૦ કોઇ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાભંતરહિત થવું. રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. તે સાધન માટે સર્વસંગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિગ્રંથ સદ્ગુરુના ચરણમા જઇને પડવુ યોગ્ય છે. જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. જો તને પૂર્વકર્મ બળવાન લાગતાં હોય તો અત્યાગી, દેશત્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં (પૃ. ૨૦૦) D સર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રયોજન સ્વસ્વરૂપપ્રાપ્તિને અર્થે છે; અને એ સભ્યશ્રેણિઓ આત્મગત થાય, તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે; પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગની અવશ્ય છે. (પૃ. ૧૯૩) ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમપુરુષ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ કરતા હવા. (પૃ. ૪૯૦) E ઉપાધિપ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઇ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે છે, તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે; અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઇ
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy