________________
સમ્યક્દર્શન (ચાલુ)
૬૧૮
D તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સોળ
ભવ નથી, અત્યંતર દુ:ખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યફ જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્દભુત સતસ્વરૂપદર્શિતાની બલિહારી છે !
જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિતગિચ્છા, મૂઢષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી. મન જેને મનન કરી શકતું નથી. છે તે. (પૃ. ૨૦૬) D હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.
આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઇ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્રય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ પ્રહણ થયો. (પૃ. ૮૨૪). અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે
ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યફદર્શનને નમસ્કાર. (પૃ. ૬૨૫) D સંબંધિત શિર્ષક સમકિત, સમ્યક્ત્વ | સમ્યક્દર્શનનાં લક્ષણ | ૧. શમ : ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી
લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે
શમ'.
૨. સંવેગ : મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે
સંવેગ'. ૩. નિર્વદ : જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઇ,
અરે જીવ ! હવે થોભ, એ નિર્વેદ'. ૪. આસ્થા : માહાત્મ જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે
શ્રદ્ધા' - આસ્થા'. ૫. અનુકંપા : એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે “અનુકંપા'. આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, મરવા યોગ્ય છે, ઇચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય
છે. (પૃ. ૨૨૫-૬) T સમ્યક્ત્વનાં લક્ષણો :
૧. કષાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું. ૨. મોક્ષમાર્ગ તરફ વલણ. ૩. સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે. ૪. સર્વ પ્રાણી ઉપર દયાભાવ; તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ.